Gujarat : અમદાવાદના કાલુપુર રેલ્વે સ્ટેશન પર RPFએ નકલી ટીટી તરીકેની ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરનાર શિવ શંકર જેસવાલની ધરપકડ કરી છે. આરોપી મૂળ વારાણસીનો વતની છે. ટિકિટ ચેકિંગના બહાને મજૂરો અને ઓછું ભણેલા લોકો પાસેથી ઓનલાઈન પેમેન્ટ દ્વારા રૂપિયા વસૂલતો હતો. રાજ્યમાં સમયાંતરે નક્લી લોકો પકડાતા રહે છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી નકલી ટીટી ઝડપાયો છે.
નકલી ટીટી કાલુપુર રેલવે સ્ટેશન પર ટિકિટ ચેક કરવાના બહાને મજૂરો પાસેથી રુપિયા વસૂલતો હતો. શિવશંકર જેસવાલ નામના નકલી ટીટીની રેલવે પ્રોટેક્શન ફોર્સે ધરપકડ કરી છે. RPFએ આરોપીની પૂછપરછ શરૂ કરી છે, જેથી તેની અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓનો પર્દાફાશ થઈ શકે. પોલીસે લોકોને અજાણ્યા ટીટી પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે.
પોલીસે અપીલ કરી છે કે, જો તમને કોઈ ટીટી કે ટિકિટ નકલી લાગે, તો તરત જ રેલવે પોલીસ અથવા રેલવે અધિકારીઓને જાણ કરો. તમે ટ્રેનમાં હાજર ટીટી અથવા ગાર્ડને પણ જાણ કરી શકો છો. જો શક્ય હોય તો, શંકાસ્પદ ટીટીનો ફોટો લો. તમે રેલવેની હેલ્પલાઇન નંબર 139 પર ફોન કરીને અથવા રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો.
આ પણ વાંચો..
- AMC ને ₹100 કરોડનું નુકસાન, 273 વેચાયેલા ન હોય તેવા વાણિજ્યિક એકમોને ફરીથી ઉપયોગમાં લેશે
- Narendra Modi: હું નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુના અવતાર તરીકે જોઉં છું… ભાજપ નેતાએ આવું કેમ કહ્યું, કારણ જણાવ્યું
- Sabarkantha: સાબરકાંઠામાં ભારે વરસાદ: તલોદમાં 5 ઇંચ, પ્રાંતિજમાં 4 ઇંચ
- Nitish reddy: ટીમ ઈન્ડિયાની બહાર નીકળતા જ નીતિશ રેડ્ડી સામે કેસ દાખલ, કરોડોની છેતરપિંડીનો આરોપ
- Gujarat: ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ, અમદાવાદમાં ભારે વરસાદ