Daman : સંઘપ્રદેશ દમણના દલવાડા સ્થિત કોસ્ટગાર્ડ સ્કૂલ સામેના મુખ્ય માર્ગ પર આજે સવારે કરૂણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. નાની દમણથી દલવાડા તરફ સોફ્ટડ્રિંક ભરેલો છોટા હાથી ટેમ્પો નં. DD-03-Q-9412 એક બાઈકને ઓવરટેક કરવાનું પ્રયાસ કરી રહ્યો હતો.
આ દરમિયાન સામે તરફથી નવસારી જિલ્લાના ગણદેવી ગામના રહેવાસી આદિત્ય મોહનભાઈ પટેલ તેમની પત્ની ઉષા પટેલ સાથે સ્પ્લેન્ડર બાઈક નં. GJ-21-AG-0207 પર દલવાડાથી નાની દમણ તરફ જઈ રહ્યા હતા.
ટેમ્પાના ચાલકે બાઈકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં આદિત્ય પટેલનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું, જ્યારે તેમની પત્ની ઉષાબેનને હાથ અને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અન્ય એક બાઈકસવાર મોહન ચમારભાઈ પટેલ (રહે. ભીમપોર, દમણ) પણ ટેમ્પાની અડફેટે આવી ગયા હતા અને તેઓને પણ નાની મોટી ઈજાઓ થઈ છે.
ઘટનાના તરત પછી ટેમ્પો ડ્રાઈવર બનાવ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દમણ પોલીસે ઘટના અંગે ગુનો નોંધી ફરાર ટેમ્પાચાલકને પકડી પાડવા માટે તપાસ અને શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે. દમણના શાંતિપ્રિય દલવાડા વિસ્તારને ચકચકી ઉઠાવતી આ ઘટનાએ લોકોમાં શોક અને રોષની લાગણી પ્રસરી છે.
આ પણ વાંચો..
- Mamata Banerjee બળાત્કારને યોગ્ય ઠેરવવાનું બંધ કરવું જોઈએ,” દુર્ગાપુર કેસ પર ભાજપ ટીએમસી પર જોરદાર પ્રહાર કરે છે
- Surat: સરકારી શાળામાં નોનવેજ પાર્ટી! દેવી સરસ્વતીની મૂર્તિને ઢાંકીને ચિકન અને મટન પીરસવામાં આવ્યું
- Breast cancer જાગૃતિ મહિનો: ગુજરાતમાં દરરોજ 32 થી વધુ કેસ નોંધાય છે
- Ahmedabad: સાબરમતીમાં ONGC ડ્રાઇવર પર હુમલો કરવા બદલ ચાર સામે ગુનો નોંધાયો
- Ahmedabad: પત્નીએ મહિનાઓ સુધી દુર્વ્યવહારનો અને પતિએ હુમલો કરવાનો આરોપ લગાવ્યો