Amreli : સાવરકુંડલામાં ભેંસણીયા ડેમમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતા, જેમાંથી 2 બાળકોનું ડૂબી જતા મોત થયુ છે. જ્યારે એકનો બચાવ થયો છે. હાલ તો ઘટનાની જાણ થતા સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. આ તરફ મૃત ભત્રીજાનું લાગી આવતા તેના ફોઈએ પોતાને માથામાં પથ્થર મારી ઈજા પહોંચાડી હતી.
આ ઘટનામાં ફાયર વિભાગે સ્થળ પર પહોંચી બે બાળકોના મૃતદેહ બહાર કાઢી 108 મારફતે સાવરકુંડલા સિવિલમાં પીએમ અર્થે ખસેડાયા હતા. ત્રણ બાળકોમાંથી મોહિત મનીષભાઈ સોલંકીનો આબાદ બચાવ થયો છે. જ્યારે મૃતક કૃણાલ અશ્વિનભાઈ સોલંકી નામના બાળકના ફોઈને આઘાત લાગતા પોતાના માથા પર પથ્થર મારી થયા ઇજાગ્રસ્ત હતા.
અમરેલીના સાવરકુંડલાના ભેંસણીયા ડેમમાં બે બાળકોના મરણને કારણે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છે. 108 ઇમરજન્સી સર્વિસની મદદથી, મૃતદેહને સિવિલ હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરી હવે આગળ પરીવારોને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.
આ પણ વાંચો..
- Inflation માં મોટી રાહત, છૂટક ફુગાવો 8 વર્ષમાં સૌથી નીચો
- Vaibhav suryavanshi નો પગાર કેટલો હશે? તે ૧૪ વર્ષની ઉંમરે બિહાર રણજી ટીમનો ઉપ-કેપ્ટન બન્યો.
- Ramol: દિવાળી પહેલા રામોલ પોલીસે બંને પાસેથી ₹50 લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરી
- Bangladeshના તમામ મુખ્ય બંદરો ચીનને સોંપવાની તૈયારીઓ ચાલી રહી છે; ચૂંટણી પહેલા યુનુસ સોદો કરશે
- Amitabh એ ફિલ્મ નકારી, આલિયા ભટ્ટ પણ વ્યસ્ત! હવે, કલ્કીના દિગ્દર્શક નાગ અશ્વિને આ પગલું ભર્યું