Vapi : મહાનગરપાલિકાના વિસ્તારમાંથી ડોમેસ્ટિક કચરો ઉઠાવી નામધા ખાતેની ડમ્પિંગ સાઇટ પર નાખવાની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે, પરંતુ આ એજન્સીની ગેરજવાબદારીએ શહેરના નાગરિકોનું જીવન નર્ક બનાવી દીધું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્ર એન્વાયરો નામની આ એજન્સી અથવા તેની પેટા એજન્સી દ્વારા કચરો નામધા લઈ જવાને બદલે રોફેલ કોલેજ રોડ પર ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવી રહ્યો છે.

આ ખુલ્લામાં ફેંકાયેલો કચરો માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાવે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, કોલેજ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગેરરીતિ માત્ર આરોગ્ય માટે જોખમી નથી, પરંતુ શહેરની સ્વચ્છતા અને સુંદરતાને પણ ડાઘ લગાવે છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણ મૌન સેવી રહ્યા છે. નાગરિકોનો આક્ષેપ છે કે આવી ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.
સ્થાનિક લોકોની માંગ છે કે મહાનગરપાલિકાએ આ એજન્સી અને તેના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવી ગેરરીતિઓ રોકાય અને વાપીના નાગરિકોને રાહત મળે.
આ ઘટનાએ વાપી મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો આવી સ્થિતિ ચાલુ રહેશે, તો શહેરની સ્વચ્છતા અને નાગરિકોના સ્વાસ્થ્યને લઈને વધુ ગંભીર પરિણામો સામે આવી શકે છે.
આ પણ વાંચો..
- જેમની સરકારોએ ચીનને જમીન આપી હતી તે રાષ્ટ્રીય સુરક્ષા વિશે શિક્ષણ ન આપવું જોઈએ: Anurag Thakur
- જાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પોલીસ ચેકપોસ્ટના નામે યાત્રાળુઓને હેરાન કરે છે, જે અટકાવવાની જરૂર: Chaitar Vasava
- CM Bhupendra Patelની સૌજન્ય મુલાકાતે ભારતમાં આયર્લેન્ડના રાજદૂત કેવિન કેલી
- CM Bhupendra Patel દેશની સૌ પ્રથમ પ્રકૃતિ પ્રેમ ભાગવત કથા-જ્ઞાનયજ્ઞ મહોત્સવમાં થયા સહભાગી
- Horoscope: 7 ફેબ્રુઆરી 2026 ના રોજ 12 રાશિઓ માટે દિવસ કેવો રહેશે, જાણો આજનું રાશિફળ





