Ahmedabad : સ્વચ્છ શહેર બનાવાની નેમ લઈને બેઠેલા મ્યુનિ.ના અધિકારીઓ શહેરની ગંદકી અને સ્વચ્છતા જાળવવામાં કોઈ રસ ન દાખવતા શહેરના પૂર્વ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે.જેમાં આ વચ્ચે ગોમતીપુર વોર્ડ 38માં આવેલા વિવિધ વિસ્તારોમાં ગંદકી જોવા મળી રહી છે. આ અંગે સ્થાનિક કાઉન્સિલર દ્વારા ડે.કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ પરિસ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો નથી.
જેના કારણે લોકોને ગંદકીમાંથી પસાર થવું પડી રહ્યું છે અને લોકોમાં બિમારીનું પ્રમાણ વધી રહ્યું છે છતાં ન તો સફાઈ કર્મચારીઓ ન તો હેલ્થ વિભાગના અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી. તેમજ ઉપરી અધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ સમસ્યાનો નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ જઈ રહ્યું છે.
પૂર્વના વિવિધ વિસ્તારોમાં અવારનવાર સફાઈ ન થવાની ફરિયાદો સ્થાનિકો દ્વારા કરવામાં આવતી રહે છે. ગોમતીપુરના સયૈદ રિયાઝ હુસેનની ચાલી અને તેના આસપાસના વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો ઉપાડવાની ગાડી અને સમગ્ર વિસ્તારમાં સફાઈ કામદારો અનિયમિત આવતાં હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે. એટલું જ નહીં સ્થાનિક મહિલા કોર્પોરેટર દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છતાં અધિકારીઓ ધ્યાન ન આપતાં હોવાનું સામે આવ્યું છે.
લોકો ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે ત્યારે તેના પર જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી જ સ્થાનિકોની માંગણી રહેલી છે. મ્યુનિ.ના અધિકારીઓ સ્વચ્છ શહેરની વાતો માત્ર હવામાં હોય તેમ શહેરની ગંદકી દિવસે ને દિવસે ફેલાઈ રહી છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાની ફરિયાદ પણ સ્થાનિકો કરી રહ્યા છે.
આ પણ વાંચો..
- Gujaratમાં કોવિડ ના 15 કેસ આવ્યા સામે, એક દર્દી ગયો હતો સિંગાપોર- સરકારે શું કહ્યું?
- Horoscope: કોની પર રહેશે હનુમાનજીની કૃપા, જાણો તમારું રાશિફળ
- Shashi tharoor: શું આને મધ્યસ્થી કહેવાય? શશિ થરૂરે ડોનાલ્ડ ટ્રમ્પના યુદ્ધવિરામના દાવા પર કટાક્ષ કર્યો
- બાબુ રાવ’ જેવા ટાઇપ કરેલા રોલ બોલિવૂડનો ટ્રેડમાર્ક છે…paresh rawalની વાસ્તવિક સમસ્યા શું છે?
- પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે Ajit dobhal રશિયા જશે, S400 અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે