વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયરને યુકેની કંપનીના નામે આયુર્વેદિક લિક્વિડની ડીલની લાલચમાં ફસાવી જુદા જુદા કારણો બતાવી 1.24 કરોડ ઠગી લેનાર નાઇજિરિયન ગેંગના સાગરીતને વડોદરા સાયબર સેલે મુંબઇથી ઝડપી પાડયો છે.
અપેક્ષાપાર્કમાં રહેતા જિતેન્દ્રભાઇ પટેલને ગઇ તા.3જી ડિસેમ્બરે મર્સીફ્રેન્કના નામે મને મેલ મળ્યો હતો અને તેણે યુકેની જેનેસીસ ફાર્માનો પરચેઝ મેનેજર છે તેમ કહી કંંપનીને 130 લીટર પ્લુકેનેશિયા વીજ લિક્વિડની જરૃર છે અને આ લીક્વિડ કૃષ્ણા હર્બલ કોલ્હાપુરમાંથી મળી રહેશે તેમ કહી તેનો સંપર્ક નંબર આપ્યો હતો.તેણે એમ પણ કહ્યું હતું કે,આ ડીલમાં જે ભાવે લિક્વીડ ખરીદો તેનાથી વધુ ભાવ કંપનીમાં મૂકીને આપણે બંને મોટો નફો વેચી લઇશું.
એન્જિનિયર પાસે શરૃઆતમાં 47 લાખનું 20 લીટર લિક્વિડ મંગાવ્યું હતું.આ જથ્થો જાણી જોઇને મોડો મોકલી ઠગોએ બીજા 77 લાખનો 50 લીટરનો જથ્થો મંગાવ્યો હતો.તેમણે એમ પણ કહ્યું હતું કે, 50 લીટરનો જથ્થો મળતાં જ કંપની 130 લીટરનું એડવાન્સ પેમેન્ટ કરશે.પરંતુ ત્યારપછી પેમેન્ટ કરવાને બદલે જુદાજુદા કારણ બતાવી રૂપિયા માંગતા હતા.
આખરે એન્જિનિયરે સાયબર સેલની મદદ લેતાં પીઆઇ બીરેન પટેલ અને જેડી પરમારની ટીમે મોબાઇલ અને અન્ય ડીટેલને આધારે મુંબઇમાં વોચ રાખી લિક્વિડ સપ્લાય કરનાર કંપનીના અધિકારી તરીકે ડીલ કરનાર ગ્રેબિયલ ઓયેંકા(કલ્યાણ, મુંબઇ)ને ઝડપી પાડયો હતો.પત્ની અને બાળકો સાથે ભાડાના ફ્લેટમાં રહેતા નાઇજિરિયનની ગેંગના સાગરીતોની પોલીસ તપાસ કરી રહી છે.
Policeને 200 કિલોમીટર પીછો કરવો પડ્યો
નાઇજિરિયન ગ્રેબિયલ ઓયેન્કાને પકડવા માટે સાયબર સેલની ટીમ તેના મોબાઇલ સર્વેલન્સ પર વોચ રાખી રહી હતી.પરંતુ તે સતત લોકેશન બદલતો હતો. જેથી પોલીસ જ્યાં પહોંચે ત્યાં ગ્રેબિયલ મળતો નહતો.આખરે બે દિવસ સુધી સતત ૨૦૦ કિમી સુધી પીછો કર્યા બાદ પોલીસે તેને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. મેડિકલ વિઝા પુરા થવા છતાં રહેતો હોવાથી દોઢ વર્ષ જેલમાં પણ રહ્યો હતો. ગ્રેબિયલ ઓયેન્કા સામે મુંબઇ પોલીસે વિઝાના નિયમોનો ભંગ કરવા બદલ કેસ પણ કર્યો હતો.
ગ્રેબિયલની સાસુ ભારતીય હોવાથી તેની પત્ની અને બાળકો મુંબઇના કલ્યાણ વિસ્તારના ફ્લેટમાં રહેતા હતા.ગ્રેબિયલ પણ વર્ષ-૨૦૧૨માં મેડિકલનું કારણ બતાવી ભારત આવ્યો હતો.
પરંતુ ત્યારબાદ નિયત સમયે તે પરત નહિ ફરતાં મુંબઇ Police ઓવરસ્ટેનો કેસ કર્યો હતો.જેમાં તે દોઢ વર્ષ જેલમાં પણ રહી વર્ષ-2020માં છૂટયો હોવાની પોલીસને પ્રાથમિક માહિતી મળી છે.જેથી મુંબઇ Police પાસે વધુ વિગતો માંગવામાં આવી છે.
આ પણ વાંચો.
- Gujaratમાં સચિવ પદોમાં ફેરબદલ, અવંતિકા સિંહ ઔલખને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ બનાવાયા
- Akshay Kumar અને પરેશ રાવલ ‘દુશ્મન’ બન્યા! 25 કરોડ રૂપિયાની કાનૂની નોટિસથી સત્ય બહાર આવ્યું
- ઓર્ડર આપ્યા વિના ખોરાક પહોંચાડવામાં આવશે… વિશ્વનું પ્રથમ AI શહેર કેવું હશે, UAE એ વિગતો જાહેર કરી
- Corona: દેશમાં ફરી કોરોનાએ કહેર મચાવ્યો! ૨ ના મોત, ૨૫૭ દર્દીઓ સામે આવ્યા… કેરળમાં સૌથી વધુ ૬૯ કેસ
- ‘જ્યારે ખતરો હતો, ત્યારે PM ગયા ન હતા, તો પછી તેમણે પ્રવાસીઓને કેમ મોકલ્યા?’, પહેલગામ હુમલા પર મલ્લિકાર્જુન ખડગેનો પ્રશ્ન
ગ્રેબિયલ પાસે ચાર મોબાઇલ મળી આવતાં પોલીસની ટીમ તેની ડીટેલ તપાસી રહી છે.
એસીપી મયૂરસિંહ રાજપૂતે કહ્યું હતું કે, ગ્રેબિયલે જે મોબાઇલનો ઠગાઇ કરવા માટે ઉપયોગ કર્યો હતો તેમાં શંકાસ્પદ ૧૦ એકાઉન્ટ મળ્યા છે અને તેમાં રૃ.પ કરોડના વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરાના એન્જિનિયરને ઠગવા માટે ટોળકીએ જ ઓર્ડર આપવાનું અને લિક્વિડ સપ્લાય કરવાનું આખું નેટવર્ક ગોઠવ્યું હતું.ટોળકીએ જ ઓર્ડર આપવાનું અને સપ્લાય કરવાનું નેટવર્ક ગોઠવ્યું હતું