Rajkot : અપહરણ, ચિલઝડપ, રાયોટીંગ સહિતના ગુનામાં સંડોવાયેલ અજય પરસોંડાના મકાન પર બુલડોઝર ફરી વળ્યું છે. 10થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અસામાજિક તત્વનું પોપટપરા સ્થિત રહેણાંક મકાન પાંચ વાગ્યે તોડી પડાશે. મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી શહેર ક્રાઇમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની કાર્યવાહી કરી છે.
અસામાજિક તત્વો વિરુદ્ધ 100 કલાકના એજન્ડા સાથે શરૂ કરવામાં આવેલ રાજ્ય વ્યાપી ઝુંબેશના પગલે વધુ એક નામચીન શખ્સના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
અપહરણ, મારામારી, ચીલઝડપ સહિતના 10 થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ અજય પરસોંડા નામના અસામાજિક તત્વોનું પોપટપરા સ્થિત મકાન પર મહાનગરપાલિકાની ટીમોને સાથે રાખી ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર. નગર પોલીસની ટીમે બુલડોઝર ફેરવી ધારસાઈ કરી નાંખ્યું હતું.
આ પણ વાંચો..
- Pakistan પાસેથી ખરીદેલા 200,000 ગધેડાઓનું ચીન શું કરી રહ્યું છે?
- Gold price: ધનતેરસ પહેલા સોનાએ નવો રેકોર્ડ બનાવ્યો, ભાવ ₹127,000 ને પાર કરી ગયા
- Inflation માં મોટી રાહત, છૂટક ફુગાવો 8 વર્ષમાં સૌથી નીચો
- Vaibhav suryavanshi નો પગાર કેટલો હશે? તે ૧૪ વર્ષની ઉંમરે બિહાર રણજી ટીમનો ઉપ-કેપ્ટન બન્યો.
- Ramol: દિવાળી પહેલા રામોલ પોલીસે બંને પાસેથી ₹50 લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરી