Rajkot : જિલ્લામાં ભર ઉનાળે સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બથી વાતાવરણમાં આવેલ પલટા થી ચોમાસા જેવા વાતાવરણ સર્જાયા અને ભારે ભવનો સાથે કરા પડ્યા અને ધોધમાર વરસાદ પડ્યો તેનાથી ખેડૂતોએ મોટી આશાએ કરેલ ઉનાળુ ખેતીના વાવેતર માં બાજરી મગ તલ ઘાસચારા અને ડુંગળીના પાકોને ભારે નુકસાન થયું છે.
ભારે ભવનો સાથે આવેલા વરસાદથી બાગાયતી પાકુ કેળા પપૈયા અને કેરીના પાકો તેમજ ફડાવ ઝાડના કાચા ફળો પડી ગયા છે અને બાગાયતી પાકોના ઝાડ ભાંગી પાક નિષ્ફળ થયા છે.
આ કમોસમી વાવઠા ના વરસાદથી ખેડૂતોને ખેતીમાં કરોડો રૂપિયાની નુકસાની થયેલ છે ખેડૂતોને થયેલી નુકસાની અંગે ગુજરાત કિસાન સભાની રાજકોટ જિલ્લા સમિતિની બેઠક કારાભાઈ બારૈયાના અધ્યક્ષ સ્થાને વિસ્તૃત કારોબારીની મીટીંગ મળી તેમાં ખેડૂતોના ઉનાળુ ખેતીના પાકો અંગે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાઓમાં સતત ત્રણથી ચાર દિવસ સુધી પડેલા વરસાદ અને સાથે ભારે ભવનો અને કરાથી ખેતીના પાકો બળી ગયા છે
આ પણ વાંચો..
- Ahmedabad: નિકોલમાં ટ્રક નીચે આવી જવાથી યુવકનું મોત, સીસીટીવી ફૂટેજમાં કરુણ ઘટના કેદ
- Ahmedabad: ઘીકાંટા ખાતે ટ્રાફિક કોર્ટમાં એક જ દિવસમાં 11,948 કેસ નોંધાયા
- Gujarat govt: સરકારે રેતી, કાંકરી, માટી પર રોયલ્ટી બમણી કરી, બાંધકામ અને રહેઠાણના ખર્ચમાં વધારો થશે
- Telangana: કેમિકલ ફેક્ટરી વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને 40 થઈ, કંપની પરિવારોને 1 કરોડ રૂપિયાનું વળતર આપશે
- Ahmedabad: અમદાવાદમાં એક મહિનામાં ગટરો છલકાઈ જવાની 28,000 થી વધુ ફરિયાદો મળી