નિર્ભયતાથી દરેક સમાચારનું સંચાલન કરતા ‘ગુજરાત સમાચાર’ પર પહેલા 36 કલાક સુધી ઇન્કમ ટેક્સ દ્વારા પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ ED દ્વારા ‘ગુજરાત સમાચાર’ના માલિકોમાંથી એક બાહુબલિભાઈની ધરપકડ કરવામાં આવી. આ માત્ર એક સામાન્ય ધરપકડ નથી, પણ લોકતંત્રના ચોથા સ્તંભ પર થયેલો ગંભીર હુમલો છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ Isudan Gadhviએ વિડિયોના માધ્યમથી કહ્યું કે, ૩૬ કલાકની IT તપાસ પછી ED આવે છે અને તરત જ તેમના માલિકો પૈકીના એક બાહુબલિભાઈની ધરપકડ કરે છે. આ પત્રકારિતાની આજાદી પર હુમલો છે. ઈમર્જન્સીના સમયમાં પણ ગુજરાત સમાચારના ઓફિસને સળગાવવામાં આવી હતી, છતાં તેમને નિર્ભયતાથી ગુજરાત અને દેશના લોકો માટે અવાજ ઊભો કર્યો હતો. ભલે કેવાં પણ શાસન હોય ગુજરાત સમાચાર હંમેશા જનતા માટે અવાજ બની ઊભું રહ્યું છે.

આજની શાસક પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે તેમને ગુજરાત સમાચારનો અવાજ ગમતો હતો, પણ હવે જ્યારે ગુજરાત સમાચાર અને GSTV સરકાર સામે સવાલ કરે છે, ત્યારે એ સહન નહીં થઈ રહ્યું. તેથી ૯-૧૦ વર્ષ જૂના કેસને લઈને આજે તેમના ત્યાં ED અને IT પહોંચી જાય છે અને તેમના એક માલિકને ધરપકડ કરવામાં આવે છે. આ લોકતંત્ર અને દેશના લોકોની અવાજ માટે ખતરો છે. આમ આદમી પાર્ટી આ પગલાની કડક નિંદા કરે છે કારણ કે આ લોકતંત્રના ચોથા સ્તંભ પર સીધો હુમલો છે. હું બધા નેતાઓ, કાર્યકર્તાઓ, પત્રકારો, એડિટર્સ, યુટ્યુબર્સ અને સત્ય માટે લડતા દરેક એક્ટિવિસ્ટને કહેવા માંગું છું કે આજે જનતાની અવાજને દબાવવાનો ઘૃણાસ્પદ પ્રયાસ થયો છે. ED, CBI અને ITના દુરુપયોગ આપણે વારંવાર જોયા છે. હવે સૌએ મળીને અવાજ ઉઠાવવાનો સમય છે. હું ગુજરાતના દરેક નાગરિક અને GSTV તેમજ ગુજરાત સમાચારના દર્શકોને અપીલ કરું છું કે આપણે લોકતંત્ર બચાવવા માટે એક થવું પડશે.