Rajkot : એ-ડીવીઝન પોલીસે પેટ્રોલીંગ દરમિયાન પેલેસ રોડ પર ચોરાઈ બાઈક સાથે એક શખ્સને ઝડપી લઈ બાઈક ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ઈ.પોલીસ ઇન્સપેક્ટર બી.વી.બોરીસાગર નાઓએ સુચના તથા માર્ગદર્શન અન્વયે ડી-સ્ટાફના પો.સબ.ઈન્સ એસ.એમ.રાણા તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ. કનુભાઇ બસીયા તથા પો.કોન્સ મનીષભાઇ પરબતભાઇ તથા અનિરૂધસિંહ રોહીતસિંહ નાઓની સંયુકત હકીકત આધારે પેલેસ રોડ પદ્મકુવરબા હોસ્પિટલ પાસેથી એક ઇસમને ઝડપ્યો હતો.
શંકસ્પદ બજાજ પ્લેટીના મો.સા. સાથે પકડી પાસે રહેલ મો.સાના આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા ન હોય જેથી મજકુર ઇસમની યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા સદરહુ મો.સા. પોતે આજથી આશરે એકાદ વર્ષ પહેલા મો.સા. હાથીખાના શેરી – 1 પાસે આવેલ શ્રી કોમ્પ્લેક્ષ પાસે રોડ ઉપરથી ચોરી કરેલ હોવાનુ જણાવતા સદરહુ ચોરીના મો.સા. ને ઈ-ગુજકોપ ડેટામા ચેક કરતા આજથી એક વર્ષ પહેલા રાજકોટ શહેર એ.ડીવી. પો.સ્ટે. ગુન્હો દાખલ થયેલ હોય જે વાહન ચોરીનો અનડેટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરેલ છે.
આ પણ વાંચો..
- Bangladesh: ૧૦૧ કરારો’નો મુદ્દો શું છે? બાંગ્લાદેશની સમીક્ષા અંગે ભારત ચિંતિત; ઢાકાના બદલાતા વલણ પર દિલ્હીની ચાંપતી નજર
- Iran: અમેરિકાએ ઈરાન સાથેના યુદ્ધનો ખર્ચ સાઉદી અરેબિયા પાસેથી વસૂલ્યો; ₹4.22 લાખ કરોડના શસ્ત્રોનું વેચાણ!
- LPG ગેસ બુકિંગમાં ફેરફાર: ગ્રાહકોએ આ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે; તમે ઘરે બેઠા આ જરૂરિયાત પૂરી કરી શકો છો
- જાપાન રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાની કિટને લઈને સમસ્યાઓ; BCCIએ હોટેલનું બુકિંગ જાતે કેમ કર્યું?
- RBI Update: બેંક ગ્રાહકો માટે RBIનો મોટો નિર્ણય, સાયબર ફ્રોડમાં રાહત પણ શંકાસ્પદ વ્યવહારોમાં મુશ્કેલી, ડ્રાફ્ટ તૈયાર




