Rajkot : ગત તા.16ના રોજ ઇન્દિરા સર્કલે સીટી બસે સર્જેલા અકસ્માતની કરૂણ ઘટનાની તપાસ તો કાગળ પર ચાલી રહી છે. પરંતુ આ ઘટના બાદ એક મહિનાથી સીટી બસની સેવા પાટા પરથી ખડી પડી હોય, પ્રદુષણ મુકત પરિવહન સેવાના દાવા પર પાણીઢોળ થઇ રહ્યો છે.
મહાપાલિકા એટલી લાચાર હાલતમાં આવી ગઇ છે કે એજન્સીને રોજ 15 લાખ જેટલો દંડ તો કરે છે, પરંતુ હાલ બંધ રહેલી દોઢસોથી વધુ સીટી બસ કયારે શરૂ થશે તે કહી શકતી નથી. 234માંથી 152 સીટી બસ બંધ છે, એજન્સીને રોજ 15.20 લાખનો દંડ ફટકાર્યો છે.
હાલ શાળા-કોલેજો-યુનિ.માં વેકેશન પડી ગયું છે. આથી વિદ્યાર્થીઓમાં કોઇ મોટો દેકારો થતો નથી. જે કારણે અધિકારીઓ અને પદાધિકારીઓ સુધી સમસ્યા ગંભીર થઇને પહોંચતી નથી. કોંગ્રેસે પણ એકાદ વખત રજુઆત કરી દીધી છે.
આ પણ વાંચો..
- મહિલાઓ 12 કલાકની શિફ્ટ અને રાત્રિ શિફ્ટમાં કરી શકશે કામ.. Gujaratમાં ફેક્ટરી એક્ટમાં મોટા સુધારા
- Gujarat: ચાલતી ટ્રેનમાંથી પડી ગયેલી માતાના બાળકોને કર્યા સુરક્ષિત, મહિલાને શોધવા માટે ચાલી રહી છે કામગીરી
- Gujaratના પંચમહાલમાં એક સપ્તાહમાં ત્રણ બાળકોના સંદિગ્ધ મોત, એક બાળકની હોસ્પિટલમાં સારવાર ચાલુ
- Suratમાં કૂતરો પાળતા પહેલા કરવું પડશે આ કામ, મહાનગરપાલિકાએ બનાવ્યો નિયમ
- Air Indiaએ કંઈ ખોટું કર્યું નથી…; પીડિત પરિવારોના આરોપો વચ્ચે કોણે કહ્યું આ