Jamnagar : શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક હાથે કામગીરી કરવા માટે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ ના સીધા માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. નિકુંજસિંહ ચાવડા દ્વારા યોજવામાં આવેલી નાઇટ ટ્રાફિક ડ્રાઇવમાં અનેક વાહન ચાલકો ઝપટે ચડ્યા હતા.

જેમાં 12 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે 4 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા.
જામનગર શહેર તથા જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે, અને ગુનાખોરી અટકે તે માટે સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે.

જેમાં ગતરાત્રી ના જામનગત શહેરના સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવેલા જુદા-જુદા વિસ્તારોમાં જેમકે પવન ચક્કી સર્કલ, ઓશવાળ હોસ્પિટલ સર્કલ અને દરબારગઢ વગેરે વિસ્તારોમાં ટ્રાફીક ડ્રાઈવમાં વાહન ચાલકોના લાયસન્સ સહિતના કાગળોનું ચેકીંગ તેમજ ફોરવ્હીલોમાં ડાર્ક ફિલ્મ હટાવવા, બાઈકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી, ધુમ સ્ટાઇલ થી બાઈક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ તથા બાઇક ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 4 જેટલા બાઇક ડીટેઈન કરાયા હતા અને 12 લોકો પાસેથી રૂ.7500 હાજર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જામનગર પોલીસની આ કાર્યવાહી થી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

સિટી-એ ડિવિઝન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઈડમાં પાર્ક કરીને મોડી રાત સુધી જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઈને ભાગ્યા હતા.

આ પણ વાંચો..