Vadodara : શહેરમાં દરજીપુરામાંથી ગત સાતમી તારીખે ગુમ થયેલા દિપેન પટેલની હત્યા કરાઈ હતી. આ હત્યાનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાંખ્યો છે. દિપેન પટેલના મિત્ર અને RTO એજન્ટ હાર્દિક પ્રજાપતિએ પ્રેમ પ્રકરણમાં દિપેનની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દિપેન પટેલ ગુમ થયા બાદ તેનો મૃતદેહ કાલોલ કનેટિયાની નર્મદા કેનાલમાંથી મળી આવ્યો હતો. આરોપીએ હત્યા માટે મરચાની ભૂકી-કટરની ખરીદી કરી હતી અને ત્યાર બાદ કટરના ઘા મારી દિપેન પટેલની હત્યા કરી હતી.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના દરજીપુરા વિસ્તારમાં ગત સાતમી તારીખે દિપેન પટેલ નામનો યુવક ગુમ થયો હતો. તેના ગુમ થયાના પાંચ દિવસ બાદ તેનો મૃતદેહ કાલોલની નર્મદા કેનાલ ખાતેથી મળી આવ્યો હતો. પોલીસે આ કેસને ઉકેલી નાંખ્યો છે. દિપેન પટેલની હત્યા તેના મિત્ર અને RTO એજન્ટ હાર્દિક પ્રજાપતિએ કરી હોવાનું ખુલ્યું છે. હાર્દિકે પ્રેમ પ્રકરણમા દિપેનનું ઢીમ ઢાળી દીધું છે. દિપેનને મારી નાંખવા માટે હાર્દિકે મરચાની ભૂકી અને કટર ખરીદી હતી. ત્યાર બાદ દિપેનને કેનાલ પાસેજ કટરના ઘા મારીને રહેંસી નાંખી તેની લાશને નર્મદા કેનાલમાં નાંખી દીધી હતી.
મરચાની ભૂકી અને ધારદાર કટર ખરીદી હતી
આરોપીએ દિપેનની કાર અનગઢ ગામ પાસે મહિસાગર નદીમાં ઉતારી દીધી હતી. પોલીસની તપાસમાં કાલોલની કેનાલમાંથી ડિકમ્પોઝ થયેલી હાલતમાં દિપેનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસને શંકા ના જાય તે માટે હાર્દિક પ્રજાપતિ તેની શોધખોળ કરવા માટે પરિવાર સાથે ફરતો હતો. હાર્દિકે દિપેનનું કાસળ કાઢી નાંખવા માટે એક મહિના પહેલા જ તૈયારીઓ કરી હતી. તેણે મરચાની ભૂકી અને ધારદાર કટર ખરીદી હતી. આ કટરથી જ તેણે દિપેનની હત્યા કરી નાંખી હતી. ક્રાઈમ બ્રાન્ચે હાર્દિકની પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો..
- AAP: આપ સરકારની સંવેદનશીલ પહેલથી – પૂરમાં ફસાયેલા પ્રાણીઓને પણ રાહત મળી
- Anurag dhanda: પંજાબમાં ભયંકર પૂર આવ્યું છે પણ રાહુલ ગાંધી મલેશિયામાં અને પીએમ ચૂપ
- Kejriwal: મોદી સરકારે અમેરિકન કપાસ પરની આયાત ડ્યુટી માફ કરીને ખેડૂતો સાથે દગો કર્યો છે- કેજરીવાલ
- Trump: શું ટ્રમ્પ ટેરિફનો અફસોસ કરી રહ્યા છે? ભૂતપૂર્વ રાજદ્વારીએ જણાવ્યું કે તેમને ભૂલ કેવી રીતે સમજાઈ
- Chandra grahan: ચંદ્રગ્રહણનો સૂતક કાળ શરૂ, મંદિરોના દરવાજા બંધ; હવે નિયમો જાણો