Kutch : નખત્રાણા તાલુકાના નાગલપર ખાતે ગુરુ ગરવા સમાજના 18મા સમૂહલગ્નનું આયોજન કરાયું હતું.,જ્યાં સમાજના લોકો સાથે કુકમાં આશ્રમના મહંત રામગિરિ મહારાજને પણ બોલાવીને સ્ટેજ પર સ્થાન આપવામાં આવ્યું હતું.
આ દરમિયાન મહાનુભાવોના સન્માન સમયે માંડવીના વકીલ રમણિક ગરવાએ સમસ્ત લોકોની હાજરીમાં મહંત પર હીચકારો હુમલો કરતાં સનસનાટી મચી જવા પામી હતી.
આ મામલે મહંતે હત્યાના પ્રયાસ બદલ માંડવીના વકીલ રમણિક ગરવા તથા તેના સાગરીત વિશાલ રવિલાલ ગરવા, મિરજાપર, ભુજ, દીપક તુલસી ગરવા અંગિયા, નખત્રાણા, પ્રકાશ દેવજી ગરવા ,મથલ, નખત્રાણા, ભદ્રેશ ભવાનભાઈ ગરવા, માધાપર, ભુજ, ધવલ હિરાભાઈ દવે, નખત્રાણા અને ભરત પુંજાભાઈ ગરવા, રહે.નખત્રાણા સામે નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ફરીયાદ નોધી તમામ આરોપીઓ વિરુધ્ધ તપાસ હાથ ધરી છે
આ પણ વાંચો..
- Gujarat: આદિવાસી વ્યક્તિના મૃતદેહને ખાંધ આપવા પહોંચ્યા સાંસદ ધવલ પટેલ, ગાયની કતલ કરવાનો ઇનકાર કરવા બદલ કરવામાં આવી હતી હત્યા
- Gujarat: ક્રિસમસ અને નવા વર્ષ પહેલા સરકારે નિયમોમાં કર્યા ફેરફાર, પ્રવાસીઓ માટે ગિફ્ટ સિટીમાં દારૂ પીવો બન્યો સરળ
- Ahmedabadથી હૃદય કંપાવનારી ઘટના આવી સામે, બિલાડીને કોથળામાં ભરીને જમીન પર પછાડી પછી પથ્થર મારી કૂચડી નાખી
- મુંબઈમાં મળી 80 લાખ રૂપિયાની વ્હેલની ઉલટી, Gujaratના એક વ્યક્તિની ધરપકડ
- Surat કોર્ટે 7 વર્ષની બાળકીની જૈન દીક્ષા પર લગાવી રોક, પિતાએ દાખલ કરી હતી અરજી





