Kutch : ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભર્યાં વાતાવરણમાં બ્લેકઆઉટના પગલે બંદર તથા જુદી-જુદી કંપનીઓની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી, જેના કારણે ટેન્કર, ડમ્પર, ટ્રેઈલરોનાં પૈડાં થંભી ગયાં હતાં તેમજ જિલ્લા બહાર જતાં વાહનો રાત્રે બ્લેકઆઉટ થાય ત્યારે થંભી જતાં અને વહેલી સવારે નીકળતાં હોવાનું બહાર આવ્યું હતું.
જેના કારણે ગંતવ્ય સ્થાનો ઉપર એકાદ-બે દિવસ આવાં વાહનો મોડાં પહોંચ્યાં હતાં. દરમ્યાન ડમ્પર, ટેન્કર, ટ્રેઈલર સંગઠનો, સંચાલકોએ દેશસેવા કરવા તમામ પ્રકારની તત્પરતા બતાવી હતી. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ખાવડા, સીરક્રીક, નાગોર અને છેક આદિપુરમાં પણ પાડોશી મૂલકના ડ્રોનનો મલબો આવીને નીચે પટકાયો હતો.
આવામાં સમગ્ર જિલ્લામાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યો હતો તેમજ કંડલા બંદર તથા અન્ય ઔદ્યોગિક એકમોની ગતિવિધિઓ થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.જેના કારણે માલવાહક વાહનોના ચાલકો, માલિકોને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો..
- Rahul Gandhi: અમે અમારા મતોની ચોરી સહન નહીં કરીએ…” રાહુલ ગાંધીએ ‘રાષ્ટ્ર બચાવવા’ માટે ૧લી નવેમ્બરે ‘દિલ્હી કૂચ’નું આહ્વાન કર્યું છે
- Horoscope: તમામ રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ જાણો ફક્ત એક ક્લિક પર
- Tiger: શું સલમાન ખાનના વખાણ કરવા બદલ ટાઈગર શ્રોફને નિશાન બનાવાયો હતો? આરોપીએ કર્યો ખુલાસો
- earth quake: વાનુઆતુ નજીક બે ભયાનક ભૂકંપ; ૩૦૦ કિમીના ઘેરાવામાં સુનામીની ચેતવણીનો અર્થ શું છે?
- russia: રશિયા આ યુક્રેનિયન શહેર પર બોમ્બ નહીં વરસાવે; યુદ્ધવિરામ કેવી રીતે શક્ય બન્યો?




