Ahmedabad : સીઝફાયર જાહેર કરવાની સાથે જ શ્રીનગર સહિત દેશના 32 એરપોર્ટમાં પેસેન્જર ફ્લાઇટની અવર-જવર શરૂ થઈ ગઈ છે. જોકે, આતંકી હુમલાને પગલે શ્રીનગર જવા માટે હજુ પણ મુસાફરોમાં ખચકાટ છે.
અમદાવાદ-શ્રીનગરની વન-વે ફ્લાઇટનો ગુરૂવારથી રાબેતા મુજબ પ્રારંભ થશે. 182 જેટલા મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ફ્લાઇટમાં સોમવારે મોડી સાંજ સુધી 12 જેટલી ટિકિટ બુક થઈ છે. આ ઉપરાંત સામાન્ય રીતે ઉનાળાના વેકેશનમાં અમદાવાદ-શ્રીનગરનું વન-વે એરફેર 14 હજારને પાર જતું હોય છે. પરંતુ, પ્રવર્તમાન સ્થિતિને પગલે એરફેર રૂપિયા 7 હજાર છે.
શ્રીનગર, અમૃતસરના બુકિંગ થયા કેન્સલ
આવી જ સ્થિતિ અમદાવાદથી અમૃતસરની ફ્લાઇટમાં છે. જેનું એરફેર હાલમાં રૂપિયા 6500ની આસપાસ છે. સામાન્ય રીતે ઉનાળામાં અમૃતસરની ફ્લાઇટનું ભાડું 9 હજારને પાર જતું હોય છે. જાણકારોના મતે, આ વખતે ઉનાળામાં શ્રીનગર તરફ પ્રવાસીઓ જાય તેની સંભાવના નહિવત્ છે. સ્થિતિ સામાન્ય રહી તો અમૃતસર માટે પ્રવાસીઓ વધી શકે છે. મોટાભાગના લોકો શ્રીનગર, અમૃતસરના બુકિંગ કેન્સલ કરાવીને કેરળ, કર્ણાટક પર વઘુ પસંદગી ઉતારી રહ્યા છે.
આ પણ વાંચો.
- Jammu Kashmir : દુશ્મનના ગોળીબારથી બચવા માટે વધુ બંકર બનાવવામાં આવશે, હવે તેમની સંખ્યા જાણો
- Deepika Padukone: દુઆના જન્મ પછી, દીપિકા પાદુકોણ પ્રભાસની આ ફિલ્મથી કમબેક કરશે, તેની ફી સાંભળીને તમે ચોંકી જશો
- પ્રક્રિયા વિના પ્રતિબંધ ખતરનાક છે… અવામી લીગ પ્રતિબંધ પર ભારતનું bangladeshને સ્પષ્ટ નિવેદન
- Virat Kohli: ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધા બાદ ભારતના ભૂતપૂર્વ બોલિંગ કોચે ખુલાસો કર્યો, ‘વિરાટ પ્રેક્ટિસ મેચ ટાળતો હતો’
- Pakistan: પીએમ મોદીની ચેતવણીથી પાકિસ્તાન સ્તબ્ધ; કહ્યું- કરારના દરેક મુદ્દાને સ્વીકારીશું