Ahmedabad : નિકોલમાં ગોપાલ ચોક પાસે વરસાદી પાણી અને ગટર ઉભરાઈ જવાના કારણે ઠક્કરબાપા નગર, નરોડા, નિકોલ અને વિવિધ વિસ્તારના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આ માટે તંત્ર દ્વારા સમ્પ બનાવી 300 એમ.એમ વ્યાસની રાઈઝિંગ લાઈન ખારીકટ કેનાલ સુધી નાખવામાં આવશે. જેના કારણે આગામી સમયમાં આ વિસ્તારમાં ભરાઈ જતાં પાણીમાંથી લોકોને છુટકારો મળી રહેશે. જેના માટે આગામી 9 મહિનામાં 52.93 લાખના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જેના માટેનો કોન્ટ્રાક્ટ સોંપવાની પણ કામગીરી કરવામાં આવશે.
છેલ્લા થોડાં સમયથી અવરનવર ગોપાલ ચોક અને તેના આસપાસના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવા અને ગટર ઉભરાઈ જવાની ફરિયાદ સ્થાનિકોની રહેલી છે. જેના માટેનો નિકાલ કરતાં ગોપાલ ચોક પાસે આંગણવાડીની પાછળના ભાગમાં ખુલ્લા સ્થાન પર સંમ્પ બનાવી તેમાં ગોપાલ ચોકથી સ્ટ્રોમવોટર લાઈનનું નેટવર્ક નાંખવાનું તથા સંમ્પ માંથી 300 એમ.એમ ડાયાની ડીઆઈ રાઈઝિંગ લાઈન ખારીકટ કેનાલ સુધી નાખવામાં આવશે. આ માટે પાણીના નિકાલ માટે પણ યોગ્ય સંમ્પની ગોઠવણ કરવામાં આવશે. જેના માટે રૂ.52,93,754 (જીએસટી સિવાય)ના ખર્ચે કામગીરી કરવામાં આવશે. જે માટેનો કોન્ટ્રાક્ટ સોંપીને કામગીરી ઝડપથી આગળ વધારવા માટેની સૂચના આપવામાં આવી છે. આ લાઈન ખારીકટના 900 એમ.એમ વ્યાસના સ્ટ્રોમ વોટર લાઈનમાં જોડાણ કરવામાં આવશે.
.3.40 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર લાઈન નખાશે
ઉત્તર ઝોનના નરોડામાં પુષ્પક પમ્પિંગ પાસે અમુલ ચાર રસ્તાથી યોગી સર્કલ સુધી સ્ટોર્મ વોટર લાઈન નાખવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં નરોડા ટીપી.2 વિસ્તારમાં પાણીનો પુષ્કળ ભરાવો થઈ રહ્યો છે, જેના કારણે વરસાદી પાણી ભરાઈ રહેવાની વિવિધ ફરિયાદો સામે આવી રહી છે. આ માટે નવી 1600 એમ.એમ વ્યાસની સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવાની રહેણાંક વિસ્તકાર જેમાં મુખ્યત્વે રાધે ટેનામેન્ટ, મધુવન ગ્લોરી, આકશ ગંગા જેવી સોસાયટીના લોકોને રાહત મળી રહેશે.
આ પણ વાંચો..
- Pakistan: પાકિસ્તાનીઓ સંભવિત ઇંધણની અછતનો સામનો કરી રહ્યા છે; સરકારના નિર્ણયથી હોબાળો મચી ગયો છે
- iran: ઈરાન સાથે યુદ્ધ અને સાઉદી અરેબિયા માટે પાસ… શું અમેરિકા પરમાણુ મુદ્દા પર બેવડી રમત રમી રહ્યું છે?
- oil: તેલના ભાવ ફરી વધ્યા! બ્રેન્ટ ક્રૂડ $95 ને વટાવી ગયું; શું તે $100 ને સ્પર્શશે?
- Ranveer singh: ‘લોકા’ ફેમ કલ્યાણી પ્રિયદર્શન ‘પ્રલય’માં ખતરોનો સામનો કરશે; રણવીર સાથે એક્શન મોડમાં જોવા મળશે
- NEET: પીએમ આવાસના વિરોધથી લઈને લોકસભાના ફ્લોર સુધી… અખિલેશ યાદવ કોંગ્રેસથી કેમ નારાજ છે?




