Rajkot : જામકંડોરણા નજીક ફોફળ નદીને ખાલી કરી રહેલ ખનીજ માફિયા પર તંત્ર ત્રાટક્યું હતું અને, 2 લોડર, 5 ડમ્પર સહિત રૂ.1.05 કરોડનો મુદામાલ કબ્જે કર્યો હતો. જે અંગે ધોરાજી એએસપી સીમરન ભારદ્વાજ અને ટીમ તેમજ ખનીજ વિભાગની સંયુક્ત કામગીરી કરી હતી.
રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ, એસપી હિમકર સિંહ દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ભુમાફીયાઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની આપેલ સુચનાથી ધોરાજી વિભાગના એએસપી સિમરન ભારદ્વાજ અને રાજકોટ જીલ્લાના ભુસ્તરશાસ્ત્રી અંકીત ભટ્ટની સંયુક્ત બાતમીના આધારે જામકંડોરણાના લુણાગરા-ઇશ્વરીયા ગામ નજીક ફોફળ નદીના પટમાં સર્ચ કરતા સાદી રેતીનું ગેરકાયદેસર ખનન કરતા વાહનો 02 લોડર તેમજ 05 ડમ્પરો મળી રૂ.1.05 કરોડનો મુદામાલ સીઝ કરી જામકંડોરણા પોલીસ મથક કસ્ટડી હેઠળ રાખવામાં આવેલ છે. તેમજ આગળની વધુ કાર્યવાહી ખાણખનીજ વિભાગ દ્વારા ચાલુ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં ખનન માફીયાઓ બેફામ બન્યા છે. માટી અને રેતી સહિતના ખનીજની ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી છે. તેમજ સરકારને કરોડો રૂપિયાનુ નુકસાન કરાવાઈ રહ્યુ છે, તેવા સમયે આ કાર્યવાહીના કારણે ખનન માફીયાઓમાં ફફડાટ મચ્યો છે.
આ પણ વાંચો..
- Godhra ટ્રેન સળગાવવાના કેસમાં દોષિતને સુપ્રીમ કોર્ટની મોટી રાહત, તબીબી કારણોસર આજીવન કેદની સજા સ્થગિત
- Horoscope: આજે આ 4 રાશિઓને થશે ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
- TATA: નોએલ ટાટાના પત્ર બાદ ટાટા સન્સની મહત્વપૂર્ણ બોર્ડ બેઠક મુલતવી; લિસ્ટિંગ અને IPO યોજનાઓ અંગે હવે ૩૦ નવેમ્બરે લેવાઈ શકે છે મોટો નિર્ણય
- Ramayan: રણબીર કપૂરની ‘રામાયણ’ને અમેરિકાના ૭૦૦થી વધુ સિનેમાઘરોમાંથી કેમ હટાવી દેવામાં આવી?
- china: ચીન તરફથી ભારતને એક મહત્વપૂર્ણ સંકેત: ભારતીય વેપારીઓ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવા તૈયાર; શું સંબંધો સુધરશે?




