Rajkot : રીબડાના અમિત ખુંટના આપઘાતના બનાવમાં મુખ્ય સુત્રધારની ધરપકડ કરવાની માંગણી સાથે રીબડાના ગ્રામજનોએ આજે કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી રજુઆત કરી હતી.
રીબડાના મનીષભાઇ ખુંટ તથા ગ્રામજનોએ કરેલી આ રજુઆતમાં જણાવેલ હતું કે, રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજા અને તેમના મળતીયાનો અસહ્ય ત્રાસ હોય જેની સામે ફરિયાદ કરતા પણ લોકો ડર અનુભવી રહ્યા છે.
અમિત ખુંટના આપઘાતના બનાવમાં સ્યુસાઇડ નોટમાં જેઓના નામ છે તે અનિરૂધ્ધસિંહ જાડેજા સહિતના મુખ્ય સુત્રધારની ધરપકડ કરવા તેઓએ માંગણી ઉઠાવી હતી. સાથોસાથ તેઓએ જણાવેલ હતું કે અનિરૂધ્ધસિંહ અને તેમના મળતીયાઓ ગામની ગૌચર અને ખરાબાની જમીનમાંથી મોટાપાયે ખનીજ ચોરી કરી રહ્યા છે.
આ બાબતે રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલા લેવાતા નથી. અમિત ખુંટના પત્ની અને તેમનો પરિવાર હાલ ભયના ઓથાર હેઠળ જીવતો હોય તેમના રક્ષણ માટે સરકારી ખર્ચે તેમના પરિવારોને પોલીસ પ્રોટેકશન ફાળવવા પણ ગ્રામજનોએ માંગણી કરી હતી.
આ પણ વાંચો..
- ED એ સુરેશ રૈના અને શિખર ધવનની ₹11.14 કરોડની સંપત્તિ જપ્ત કરી
- વડીલો અને યુવાનો એક થઇ ગયેલા ભાજપ અને કોંગ્રેસ પર નજર રાખજો: Gopal Italia
- PM મોદીના Gujaratમાં બનાવવામાં આવશે 5 સેટેલાઇટ ટાઉન, ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય
- Gujaratની મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે સરળતાથી પી શકશે દારૂ, મોબાઇલ એપ્લિકેશન દ્વારા મિનિટોમાં મળી જશે દારૂની પરમિટ
- Gujarat Cyber Fraud: 11 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનાર ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ





