Ahmedabad : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિને લઈને અમદાવાદ પોલીસ કમિશ્નરની અધ્ચક્ષતામાં મીટિંગ યોજાઈ હતી. જેમાં શહેરના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ મીટિંગમાં સીસીટીવી પ્રોજેક્ટ સહીત તમામ મુદ્દા પર ચર્ચા કરાઈ હતી. આપાતકાલીન સ્થિતીને પહોચી વળવા માટે પોલીસને તૈયાર રહેવા સૂચના અપાઈ છે. શહેર પોલીસ કમિશ્નરે તમામ પીઆઈ અને પોલીસ અધિકારીઓને હોસ્પિટલ અને શેલ્ટર હોમ સાથે સંકલન રાખવા સૂચના અપાઈ છે.

અફવાઓ ફેલાવનાર સામે કાર્યવાહી કરવા આદેશ

શહેર પોલીસ કમિશ્નરે સોશિયલ મીડિયા પર ખોટી અફવાઓ ફેલાવનાર સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે. પોલીસને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવા સૂચના અપાઈ છે. ડ્રોન અને ફટાકડા 15મે સુધી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. બીજી તરફ લગ્ન સીઝન હોવાથી ફટાકડા ના ફોડવા લોકોની અપીલ કરાઈ છે. સોશિયલ મીડિયા પર ચાલતી અફવાઓને લઈ શહેર પોલીસ દ્વારા મોનેટરિંગ સેલ થકી વોચ રાખવામાં આવી રહી છે.

લોકો અફવાઓથી દૂર રહે

લોકો અફવાઓ અંગે પોલીસ કંટ્રોલ રૂમ પર 100 નંબર ડાયલ કરીને માહિતી મેળવી શકે છે. પોલીસ ખોટી અફવાઓ ફેલાવનાર સામે કાર્યવાહી કરશે. શહેરના લોકોને ડરવાની જરૂર નથી. પોલીસ લોકોની પડખે રહે તે માટે પણ આદેશ આપવામાં આવ્યો છે. શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઈમર્જન્સી સમયે પગલા લેવા પણ સૂચના અપાઈ છે.

આ પણ વાંચો..