Ahmedabad : નરોડામાં આવેલ ફ્લેટની લોબીમાં બાળકીની રમવાની તકરારમાં બે મહિલા પડોશીઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલ એક મહિલાએ બીજી મહિલા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્તને હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. આ અંગે મહિલાએ પાડોશી મહિલા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ અંગે મળતી વિગતો મુજબ નરોડામાં આવેલ હેવન હાઇટ્સ ફ્લેટમાં 42 વર્ષિય હંસાબેન પરમાર પરિવાર સાથે રહે છે.હંસાબેનની 15 વર્ષિય દીકરી તેમના ફ્લેટની લોબીમાં રમતી હતી. ત્યારે ત્યાં ફ્લેટમાં રહેતા ભૂમિબેન દરબારે તમારી દીકરી કેમ લોબીમાં રમે છે તેમ કહી બોલચાલી કરી હતી. પરંતુ હંસાબેને કોઇ માથાકુટ કરી ન હતી. બીજી તરફ્ ગઇકાલે બપોરે હંસાબેનની ભાણી ફ્લેટની લોબીમાં રમતી હતી. ત્યારે એક વાગ્યે ભુમિબેન ત્યાં આવી ગયા હતા અને ગુસ્સે થઇ ગયા હતા.
તેમણે હંસાબેનને બોલાવી કહ્યું હતું કે કેમ આ છોકરી અહીંયા રમે છે. બાદમાં તેઓ જેમ ફવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા. જેથી હંસાબેને ગાળો ન બોલવા કહ્યું હતું ત્યારે ભુમિબેને ગુસ્સે થઇને ચપ્પુ વડે હંસાબેન પર હુમલો કરી ભુમિબેન ત્યાંથી પલાયન થઇ ગયા હતા. આ અંગે હંસાબેનેભૂમિબેન સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.
આ પણ વાંચો…
- T20 world cup 2026 ની તારીખ નક્કી! ભારત ફાઇનલનું આયોજન ગુમાવી શકે છે
- Ragini MMS 3: રાગિની એમએમએસ 3′ માંથી નોરા ફતેહી બહાર, હવે એકતા કપૂરની નજર આ અભિનેત્રી પર છે
- Vice president: દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા
- Dewald brevis: ડેવાલ્ડ બ્રેવિસે બધા રેકોર્ડ તોડી નાખ્યા, SA20 લીગની હરાજીમાં આટલી કરોડની બોલી
- Balen shah: બાલેન શાહ કોણ છે? રેપરથી મેયર બનેલા, યુવા પેઢીના આંદોલનનો ચહેરો બન્યા