GSEB Result પંચમહાલ જીલ્લામાં આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની માર્ચ 2025માં એસએસસી બોર્ડની પરિક્ષાનું પરિણામ જાહેર થયું છે. પંચમહાલ જીલ્લાનું 73.60 ટકા પરિણામ નોંધાયુ છે. જે 2024ની સરખામણીએ 9 ટકા ઓછું નોંધાયુ છે. વિદ્યાર્થીઓએ બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જોયું હતું પરિણામને લઈને વિદ્યાર્થીઓનો કહી ખુશી અને કહી ગમનો માહોલ પણ છવાયો હતો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10ની એસએસસી બોર્ડની પરિક્ષાન પરિણામ જાહેર થયું છે, પરિક્ષાના પરિણામને લઈને વિધ્યાર્થીઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ છવાયો હતો. પંચમહાલ જીલ્લાના પરિણામની વાત કરવામાં આવેતો આ વખતે પંચમહાલ જીલ્લાનું 73.60 ટકા પરિણામ નોંધાયું હતું.
પરિક્ષામાં કુલ 22320 જેટલા વિધ્યાર્થીઓ નોંધાયા હતા. અને પરિક્ષામા 21615 જેટલા વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી ગ્રેડ વાઇઝ પરિક્ષાના પરિણામ જોવામાં આવે તો એવન ગ્રેડમાં 220,એ ટુ ગ્રેડમાં 1999 બીવન ગ્રેડમાં 2514, બી ટુ ગ્રેડમાં 4040,સીવન ગ્રેડમાં 4734,સી ટુ ગ્રેડમાં 3040 અને ડી ગ્રેડમાં 250 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
આ વખત કેટલીક શાળાઓને 0 ટકા પરિણામ પણ ખોંધાયું હતું જેમાં 7 જેટલી શાળાનો સમાવેશ થાય છે. 25 જેટલી શાળાઓનુ 100 ટકા પરિણામ નોંધાયું છે. 30 ટકાથી ઓછા પરિણામવાળી 6 જેટલી શાળાઓ નોંધાઇ છે. પરિક્ષા કેન્દ્રોના પરિણામની વાત કરવામાં આવે તો કાલોલ પરિક્ષા કેન્દ્રની સીચી વધારે 92.66 અને શહેરા તાલુકાની સુરેલી કેન્દ્ર નું 49.75 ટકા પરિણામ નોંઘયું છે. જીલ્લાના એસએસસી પરિક્ષાના પરિણામના ગત વર્ષની ટકાવારી કરતા 9 ટકા ઘટાડો જોવા મળ્યો છે.
આ પણ વાંચો..
- Shahrukh Khan: મન્નતમાં મારી પાસે રૂમ પણ નથી…હું ભાડે લઈ રહ્યો છું,” શાહરૂખ ખાને આસ્ક શાહરૂખ સત્ર દરમિયાન રમુજી ખુલાસો કર્યો
- JD vance: તમે તમારી હિન્દુ પત્ની ઉષાને ક્યારે ખ્રિસ્તી ધર્મમાં રૂપાંતરિત કરશો? એક અમેરિકન પુરુષના પ્રશ્નનો જવાબ આપતા જેડી વાન્સે શું કહ્યું?
- Rahul Gandhi: છઠ તહેવાર અને પીએમ મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ
- Saradar jayanti: દેશભરમાં ભવ્ય પ્રજાસત્તાક દિવસ શૈલીની પરેડ યોજાશે, જેમાં પીએમ મોદી સલામી લેશે. જાણો શું ખાસ છે?
- America: અમેરિકાને પરમાણુ પરીક્ષણની શા માટે જરૂર છે અને વિસ્ફોટ ક્યારે થઈ શકે છે?





