Vapi : કરવડના ખુલ્લા પ્લોટમાં ભંગારમાં આગ લાગતા મનપાની સૂચનાની અનદેખી સામે આવી છે. નોટીસો આપવા છતાં ગેરકાયદેસર ભંગારનો વેપાર કરતા ઈસમો અંકુશમાં આવ્યા નથી. હાલ તો આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા છે. તેમજ આગનું કારણ તપાસ કરવામાં આવી રહ્યુ છે.
વાપી મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં જ કરવડ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ભંગારનો વ્યવસાય ચલાવતાં વેપારીઓને ગોડાઉન બંધ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. મ્યુનિસિપલ પ્રશાસને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે એક મહિનામાં ગોડાઉન ખાલી કરીને બંધ કરશો, નહીં તો ડિમોલિશન કરવામાં આવશે.

ત્યારે હવે કરવડ વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં એક્ટીવ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ શુક્રવારે અચાનક ભંગારના ઢગલામાં આગ ભભૂકી ઊઠી હતી. ઘટનાના પગલે ધૂમાડાના કાળાં વાદળો વાતાવરણમાં છવાઈ ગયા હતા. મનપાએ અગાઉથી સુચના આપી હોવા છતાં ગોડાઉન ચાલુ રાખવા માટે જવાબદારો સામે તાકીદે કાર્યવાહી જરૂરી બની છે. હાલ આ આગ કઈ રીતે લાગી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..
- Rajkot: લૂંટ-હત્યા કેસના આરોપીને રાજકોટ લાવવામાં આવ્યો, આરોપીએ ચોરેલું સોનું પોતાના જૂતામાં છુપાવ્યું હતું
- Ahmedabad: હંસપુરા પોલીસ સ્ટેશનમાં એક પોલીસ અધિકારી (PSI) અને એક વકીલ વચ્ચે ઉગ્ર ઝપાઝપી, બે વકીલો સહિત ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ
- Navsari: ખાનગી બસમાં ગાંજાની દાણચોરી, ઓડિશાના બે યુવાનો 17 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ઝડપાયા
- Maharashtra: શોમાં અશ્લીલ ટીપ્પણી કરનાર પ્રખ્યાત હાસ્ય કલાકારો હર્ષ ગુજરાલ અને મધુર વિરાલીને મહારાષ્ટ્ર સાયબર સેલે સમન્સ પાઠવ્યા
- Ahmedabad: અમદાવાદ સહિત રાજ્યભરમાં ચોરીઓમાં સંડોવાયેલા કુખ્યાત સિકલીગર ગેંગના નેતાની ધરપકડ, 8 ગુના ઉકેલાયા




