Cyber Crime : સાયબર ગઠીયાઓએ લાલચની જાળમાં ફસાવી બે લોકો પાસેથી નાણાં ખંખેર્યા હોવાના બે કિસ્સાઓ પોલીસ ચોપડે નોધયા છે. મહેમદાવાદના ઘોઘાસર ગામે સસ્તામાં લેપટોપ આપવાનું કહી રૂપિયા 32 હજાર ઉપરાંતની રકમ ગઠીયાએ પડાવી છે. જ્યારે માતરના લીંબાસી ગામે યુવકને શેરબજારમાં રોકાણ કરવાનું કહી ત્રણ ઘણાં નફાની લાલચ આપી રૂપિયા 1.37 લાખ રૂપિયા ગઠીયાઓએ પડાવ્યા છે. આ બંને બનાવો મામલે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મહેમદાવાદ તાલુકાના ઘોડાસર ગામે રાજપુર વિસ્તારમાં 40 વર્ષિય છત્રસિંહ પોપટભાઈ ડાભી રહે છે. ગત 27મી માર્ચના રોજ તેમના મોબાઇલ ફોન પર અજાણ્યા નંબરથી વોટ્સએપમાં લેપટોપ વેચાણ બાબતેનો મેસેજ આવ્યા હતા. જે બાદ ફોટોગ્રાફ્સ આવ્યો હતો અને આ ફોટોગ્રાફ્સમાથી લેપટોપ પસંદ કરવાની આ સામે વાળી વ્યક્તિએ કહ્યું હતું. જે પછી આ છત્રસિંહભાઈ અને તેમના દિકરાએ એક લેપટોપ પસંદ કર્યું હતું.

જેની કિંમત રૂપિયા 5,500 હતી. જેથી તેઓ આટલા સસ્તામાં આટલી સારી કન્ડીશનનુ લેપટોપ જોય લલચાયા હતા અને ઓર્ડર આપ્યો હતો. બાદમાં આ ઈસમે કહ્યું કે, બુકિંગ પેટે 550 રૂપિયા આપવા પડશે.તેમ કહી આ રૂપિયા લીધા હતા આ સાથે ડીલીવરી ચાર્જના તેમજ ખોટા બહાના કાઢી અલગ અલગ રીતે તેમની પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા 32 હજાર 518 જેટલી રકમ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધી હતી અને આ બાદ પણ લેપટોપની ડિલિવરી નહીં આપતા તેમજ ઉપરોક્ત નાણા નહીં આપતા સમગ્ર બાબતે છત્રસિંહભાઈ ડાભીએ જે તે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ બાદ ગતરોજ મહેમદાવાદ પોલીસ મથકે ઉપરોક્ત અજાણ્યા નંબર ધારક સામે ફરિયાદ નોંધાવી છે.
બીજી અન્ય ફરિયાદ લીંબાસી પોલીસ મથકે નોંધાઈ છે. માતર તાલુકાના લીંબાસી ગામે રહેતા 25 વર્ષિય મયુરભાઈ રબારી પોતે શેર બજારમાં ઓનલાઇન ટ્રેડિંગનો કામ કરે છે જો કે તેમણે તેમાં અંદાજે સવા એક લાખ રૂપિયાનો લોસ થયો હતો. જે લોસને રિકવરર કરવા માટે મયુરભાઈ એક ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા. જે ગ્રુપમાં દરરોજ અલગ અલગ માણસો શેર બજારમાં પ્રોફિટ થયા અંગેના મેસેજ મુકતા હતા. જેથી તેમને વિશ્વાસ આવતા આ ટેલિગ્રામ ગ્રુપમાં મેમ્બર બન્યા હતા અને અજાણ્યઆ નંબર ઉપરથી તેમના ફોનમાં વોટ્સએપમાં અજાણી વ્યક્તિએ વાત કરી હતી.
આ વ્યક્તિએ જણાવ્યું કે તમને શેર બજારમાં ક્રિપ્ટોનમાં પૈસાનું રોકાણ કરી તમારા પૈસા એક દિવસમાં ત્રણ ગણા કરી આપીશું તેમ જણાવી વિશ્વાસમાં લીધા હતા. આ બાદ આ સામેવાળી વ્યક્તિએ યુપીઆઈ કોડ મોકલી એકાઉન્ટ વેરિફિકેશનના નામે અલગ અલગ તારીખો દરમિયાન કુલ રૂપિયા 1 લાખ 37 હજાર પડાવી લીધા હતા. આ બાબતે જેતે સમયે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઉપર અને એ બાદ ગતરોજ લીંબાસી પોલીસ મથકે અજાણ્યા નંબર ધારક વિરુદ્ધ મયુરભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બંને ગુનામાં આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.
આ પણ વાંચો..
- Pakistanનું આગામી વિભાજન પાણી પર થશે? જાણો કેમ સિંધના લોકો રસ્તા પર ઉતર્યા
- Mirzapur ના ચાહકો માટે હૃદયદ્રાવક સમાચાર, બે મહિનામાં કંઈક મોટું થવાનું છે
- Pm Modi: સેનાએ લક્ષ્ય અને સમય નક્કી કરવો જોઈએ… ઉચ્ચ સ્તરીય બેઠકમાં પીએમ મોદીનો સીધો સંદેશ
- Akshay trutiya: કાલે અક્ષય તૃતીયા, પૂજા અને ખરીદી કરવાનો શુભ સમય જાણો
- Canada: ટેરિફ યુદ્ધ અને 51મું રાજ્ય બનાવવાની ધમકી, ટ્રમ્પની જાહેરાત કેનેડિયન ચૂંટણીઓમાં કેવી અસર કરી?