કુપવાડા-પૂંચમાં પાકિસ્તાની ચોકીઓએ LoC પર ગોળીબાર કર્યો, ભારતીય સેનાએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો. પહલગામ હુમલા બાદ તણાવ વધ્યો, સ્થિતિ પર નજર.
નવી દિલ્હી. જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા નજીક ગઈકાલે પાકિસ્તાની સૈનિકો દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા મુજબ કુપવાડા અને પૂંચ ક્ષેત્રમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ચોકીઓ તરફથી ગોળીબાર કરાયો હતો, જેનો ભારતીય સૈનિકોએ તાત્કાલિક વળતો જવાબ આપ્યો હતો.

પહલગામ હુમલા બદલ 16 પાક. યુ-ટ્યૂબ ચૅનલ પર પ્રતિબંધ
ભારતે પહલગામ આતંકી હુમલાને લઈ ખોટી માહિતી ફેલાવવા બદલ ડૉન ન્યૂઝ, સમા ટીવી, આર્ય ન્યૂઝ અને જિઓ ન્યૂઝ સહિત 16 પાકિસ્તાની યુ-ટ્યૂબ ચૅનલ પર પ્રતિબંધ લગાવ્યો છે. સેના અને સુરક્ષા સંસ્થાઓ વિરુદ્ધ ઉશ્કેરણીજનક અને સંવેદનશીલ માહિતી, ખોટા અને ભ્રામક નિવેદન ફેલાવવા બદલ આ યુ-ટ્યૂબ ચૅનલો પર પ્રતિબંધ મુકાયો છે. પ્રતિબંધિત ચૅનલોના છ કરોડ 30 લાખથી વધુ દર્શક છે.સરકારે હુમલા અંગે બીબીસીના રિપોર્ટીંગ પર પણ વાંધો ઉઠાવ્યો અને ભારતના બીબીસી પ્રમુખને દેશની ભાવનાઓથી અવગત કરાવ્યા છે. આતંકવાદીઓને ઉગ્રવાદી કહેવા બદલ બીબીસીને ઔપચારિક પત્ર પણ મોકલવામાં આવ્યો છે અને હવે વિદેશ મંત્રાલય દ્વારા બીબીસીના રિપોર્ટીંગ પર નજર રખાશે.
Also Read:
- Taiwanના ક્ષેત્રમાં 41 ચીની વિમાનો અને 7 જહાજો ઘૂસી ગયા, શું Jinping કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
- અક્સાઇ ચીન મિત્ર નથી, Trumpના સલાહકારો ચીન-ભારત નિકટતાથી નારાજ
- Ahmedabad: આંગડિયા કંપનીના મેનેજર ₹70 લાખ લઈને ગાયબ
- Jammu and Kashmir: વૈષ્ણોદેવી ભૂસ્ખલન દુર્ઘટના, 35 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા; જમ્મુ વિભાગમાં પૂરથી ભારે તબાહી
- Surat: SMCએ MD ડ્રગ મેન્યુફેક્ચરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, 6 આરોપીઓ રિમાન્ડ પર