મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુર તાલુકાના મુખ્ય બજાર બંધ રખાયા. ભાવનગરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને પાટણના ચાણસ્મામાં સ્વયંભૂ બંધ પાળીને આતંકી હુમલાની ઘટનાને વખોડાઈ.
મહીસાગર. પહેલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં રાજ્યના અનેક જિલ્લામાં વિરોધ કરવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લાના કડાણા અને ખાનપુર તાલુકાના મુખ્ય બજાર બંધ રખાયા હતા. વેપારીઓએ પણ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. તો બીજી તરફ જિલ્લા પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે પોલીસે જિલ્લાના જાહેર સ્થળો પર ચેકિંગ હાથ ધર્યું છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવાએ વધુ માહિતી આપી.

કાશ્મીરમાં આંતકવાદી હુમલા બાદ ગુજરાતના વિવિધ શહેરોની સાથે ભાવનગરમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઓપરેશન ભારત છોડો અંતર્ગત એસઓજી પોલીસની ટીમ દ્વારા મોતી તળાવ વિસ્તાર અને શેરડીપીઠ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરવામાં
આવી હતી. જોકે ભાવનગરમાંથી કોઈ પણ બાંગ્લાદેશી કે અન્ય દેશના લોકો ઝડપાયા ન હતા. દરમિયાન, પહેલગામ આતંકવાદી હુમલાને લઈને પાટણ જિલ્લાના ચાણસ્મામાં સ્વયંભૂ બંધ પાળીને આતંકી હુમલાની ઘટનાને વખોડી વિરોધ વ્યક્ત કર્યો. તમામ સંસ્થાઓ,વેપારી મંડળો અને રાજકીય પક્ષો તેમજ નાગરીકોએ બંધને સમર્થન આપ્યું હતું.
Also Read:
- Gambhira bridge: એક વ્યક્તિને શોધવા માટે બચાવ કામગીરી ચાલુ, એસિડ ભરેલા ટેન્કરે પ્રયાસોમાં અવરોધ ઉભો કર્યો
- Maninagar: મણિનગર ધારાસભ્યના ઘર પાસેનો રસ્તો 24 કલાકમાં સુંવાળો, જ્યારે સામાન્ય લોકોને કોઈ રાહત નહીં
- Ahmedabad plane crash: : બ્લેક બોક્સમાંથી 49 કલાકનો ડેટા ડાઉનલોડ થયો, અમેરિકાએ આ રીતે મદદ કરી
- જમાલપુર બ્રિજ પાસે AMTS બસ સ્ટ્રીટલાઇટ સાથે અથડાઈ, ડ્રાઇવર ઘાયલ
- Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પર ₹6 કરોડથી વધુ કિંમતનો 6.6 કિલો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત, ફ્લાયર પકડાયો