નવી દિલ્હી. ઈરાનના દક્ષિણ ભાગમાં આવેલા શાહિદ રાજાઈ બંદર પર થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ૧૮ લોકોના મોત થયા છે અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ માહિતી ઈરાનના સરકારી મીડિયા દ્વારા આપવામાં આવી છે. ઈરાનના કટોકટી વ્યવસ્થાપન સંગઠનના પ્રવક્તા હુસૈન જાફરીએ જણાવ્યું હતું કે રાસાયણિક કન્ટેનરના અયોગ્ય સંગ્રહને કારણે વિસ્ફોટ થયો હતો. જોકે સરકારે કહ્યું કે વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને સોશિયલ મીડિયા પર આ ઘટના પર દુઃખ અને સંવેદના વ્યક્ત કરી અને આ મામલાની સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા. તેમણે કહ્યું કે ગૃહમંત્રીને ખાસ પ્રતિનિધિ તરીકે ઘટના સ્થળે મોકલવામાં આવ્યા છે.જેથી ઘટનાની સંપૂર્ણ તપાસ થઈ શકે.
Also Read:
- Taiwanના ક્ષેત્રમાં 41 ચીની વિમાનો અને 7 જહાજો ઘૂસી ગયા, શું Jinping કંઈક મોટું કરવા જઈ રહ્યા છે?
- અક્સાઇ ચીન મિત્ર નથી, Trumpના સલાહકારો ચીન-ભારત નિકટતાથી નારાજ
- Ahmedabad: આંગડિયા કંપનીના મેનેજર ₹70 લાખ લઈને ગાયબ
- Jammu and Kashmir: વૈષ્ણોદેવી ભૂસ્ખલન દુર્ઘટના, 35 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા; જમ્મુ વિભાગમાં પૂરથી ભારે તબાહી
- Surat: SMCએ MD ડ્રગ મેન્યુફેક્ચરિંગ રેકેટનો પર્દાફાશ કર્યો, 6 આરોપીઓ રિમાન્ડ પર