Amreli : નાગેશ્રી પોલીસે મોટા માણસ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર મોટી કાર્યવાહી કરી છે. ગામના સીમ વિસ્તારમાં મોટા પાયે ચાલી રહેલા દેશી દારૂના ધિકધિકતા ધંધા પર પોલીસે સપાટો બોલાવ્યો છે.

પોલીસે દેશી દારૂની આ ફેક્ટરી પર પાડેલી રેઈડ દરમિયાન 91 લિટર દેશી દારૂનો આથો એટલે કે વોશ અને અન્ય દારૂ બનાવવાની સામગ્રી જપ્ત કરી છે.
પોલીસે આ દરોડામાં 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે આરોપી મહેશ બારૈયા ફરાર છે. આ અંગે હાલ તો પોલીસે તપાસની ધમધમાટી બોલાવી છે અને આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન મુજબ ગુનો દાખલ કર્યો છે.

Amreli પોલીસે બાતમીના આધારે કરેલી આ કાર્યવાહીના કારણે દેશી દારૂના અડ્ડા ચલાવતા બુટલેગરોમાં સન્નાટો છવાઈ ગયો છે. આટલા મોટા પાયે ચાલતી દેશી દારૂની ફેક્ટરી ઝડપાતા પોલીસની કામગીરીની પણ પ્રશંસા થઈ રહી છે.
આ પણ વાંચો..
- શરૂઆતમાં પોતાનું કૌશલ્ય બતાવ્યા પછી Shardul Thakur એ પોતાનો ગુમાવ્યો ગુસ્સો
- Rishabh Pant નાક કાપવા માટે તૈયાર છે, 9 વર્ષ પછી IPLમાં આ કર્યું
- જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે અભિનેતા Vibhu Raghav
- Pahalgam Terror Attack : અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Elvish Yadav પર મુશ્કેલીના વાદળો છવાયા, NCW ઓફિસમાં માફી માંગી