પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાંથી ધરપકડ કરાઈ છે. CBIની માંગણી સ્વીકાર્યા બાદ બેલ્જિયમ સરકારે ધરપકડ કરી લીધી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય તપાસ એજન્સીઓ બેલ્જિયમની એજન્સીઓ સાથે સંલગ્ન રહી હતી, જેથી આ કૌભાંડમાં સંલગ્ન આરોપીનો પકડ થઈ શકે.
2018માં મેહુલ ચોક્સી ભારતથી ફરાર થયો હતો અને તેના પર પંજાબ નેશનલ બેન્કમાં આશરે 13,850 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. આ કેસમાં મેહુલ અને તેની કંપની પર નફાની હેરફેર અને ખોટનો દાવો કરવામાં આવ્યો છે.

હીરાના વેપારીઓનો આક્ષેપ છે કે મેહુલ ચોક્સીના આ કૌભાંડને લીધે તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. અને તેમને બેંકમાંથી લોન મેળવવામાં પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આરોપી મેહુલ ચોક્સીને સજા આપવાની માંગ ઉઠી રહી છે કે જેથી ભવિષ્યમાં ફરી કોઈ આવી છેતરપિંડી કરવાની હિંમત ન કરે.
ચોકસીની ધરપકડ બાદ હવે તેને ભારત લાવવાની પ્રક્રિયા હાથ ધરાશે, કેન્દ્રની તપાસ એજન્સીઓ બેલ્જીયમ સરકાર પાસે તેનો જાપ્તો મેળવી ભારત લાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરશે.
આ પણ વાંચો..
- Gautam Gambhir ને એશિયા કપમાં આટલો દુખાવો થયો છે, શું 15 વર્ષ પછી રાહ જોવાનો અંત આવશે?
- Gujaratમાં 70મા ફિલ્મફેર એવોર્ડ્સ 2025ના આયોજન માટે ગુજરાત સરકારના પ્રવાસન નિગમ (TCGL) અને વર્લ્ડ વાઇડ મીડિયા વચ્ચે MoU
- સુરક્ષા દળોને મોટી સફળતા, ગુરેઝ સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ; LoC પર બે આતંકવાદીઓ માર્યા ગયા
- Rawalpindi: રાવલપિંડીથી સરગોધા સુધી… પાકિસ્તાન લશ્કરી છાવણીઓને બચાવવા માટે બોમ્બથી બંધ તોડી રહ્યું છે
- Trump: ટ્રમ્પ ચીની વિદ્યાર્થીઓ પર કેમ પાછા ફર્યા? યુએસ રાષ્ટ્રપતિનો વધુ એક યુ-ટર્ન