Gujarat : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના બની હતી, જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પ્રવેશી ગયો હતો.
રાજુલા વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વનરાજાના પરીવારે રહેણાંક વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જ વનવિભાગની ટીમ પણ આ સિંહ અને તેના પરીવારને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે સક્રિય થઈ છે.
ઉલ્લેખીય છે કે, આ વિસ્તારોમાં અવાર-નવાર સિંહ સહિત અનેક વન્ય હિંસક પ્રજાતિ દેખા દેતી હોય છે. તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા સક્રિયતા દાખવી અને લોકોને નુકસાન ન થાય તે મુજબની વ્યવસ્થા કરવાની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો…
- 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર GSTની વાત અફવા નીકળી
- Vice president: બંધારણની કલમ ૧૪૨ પર ચર્ચા શા માટે થઈ રહી છે? સરકાર અને વિપક્ષ સામસામે
- Sukma માં 33 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું, અમિત શાહે કહ્યું- ‘નક્સલીઓએ હથિયારો મૂકી દેવા જોઈએ’
- Surat તાપી નદીમાં કૂદીને દંપતી અને તેના સગીર પુત્રએ કરી આત્મહત્યા
- Farah Khan એ પોતાના રસોઈયાને સ્ટાર બનાવ્યો, શાહરૂખ ખાન સાથે કરી જાહેરાત