Ahmedabad: અમદાવાદમાં અવારનવાર ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે હવે અમદાવાદ એનસીબીએ ડ્રગ્સની હેરાફેરીના કેસમાં સડોવાયેલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે. નોંધનીય છે કે, NCBએ અગાઉ 2003માં 2.03 કિલો હેરોઈન સાથે 2 આરોપીઓને ઝડપ્યા હતા. જેમાં અનવર પઠાણ અને ફિરદોસ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ એનસીબીને મોટી સફળતા મળી છે. અનેક પ્રયત્નો બાદ અમદાવાદ એનસીબીએ ડ્રગ્સની હેરાફેરી કરનાર આરોપી અનવર પઠાણની ધરપકડ કરી છે. NCBએ અગાઉ 2003માં 2.03 કિલો હેરોઈન સાથે 2 આરોપીઓને ઝડપ્યા હતા જોકે 2024માં આરોપી અનવર પઠાણના જામીન કોર્ટે રદ્દ કર્યા હતા. બાદમાં આરોપી કોર્ટ સમક્ષ હાજર ન થતા ફરાર થઈ ગયો હતો. અંતે NCBએ આરોપીને ઝડપી નડિયાદમાં જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યો છે.