Ram Navami 2025 : રામનવમીના પવિત્ર અવસરે વાપી શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને નાગરિકોમાં સુરક્ષાનો ભરોસો બેઠી રહે તે હેતુસર પોલીસ વિભાગ દ્વારા ભવ્ય ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચનું નેતૃત્વ વલસાડ જિલ્લા પોલીસ વડા એસ.પી. ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
ફ્લેગ માર્ચમાં 200 થી વધુ પોલીસકર્મી, પીએસઆઈ, એલસીબી અને એસઓજી ટીમના સભ્યો જોડાયા હતા. પોલીસ દળ સજ્જ વાહનો સાથે તેમજ પદયાત્રા રૂપે વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારો, સંવેદનશીલ અને ઘણી વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી પસાર થયું હતું.

એસ.પી. સાહેબે જણાવ્યું હતું કે રામનવમીના તહેવાર દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ કે કાયદો ભંગ કરતી પ્રવૃત્તિ સામે પોલીસ સખત કાર્યવાહી કરશે. તેમજ નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ શાંતિ જાળવે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈને તુરંત પોલીસને જાણ કરે. પોલીસની આ સતર્કતા અને ફ્લેગ માર્ચને કારણે નાગરિકોમાં સુરક્ષા અને વિશ્વાસનો મહેસૂસ થયો હતો.
આ પણ વાંચો..
- Ipl 2025: સિરાજ-શુભમને સનરાઇઝર્સને હરાવ્યું, હૈદરાબાદમાં ગુજરાત સ્તબ્ધ
- પીએમ મોદીની મુલાકાતે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનાવ્યા’ શ્રીલંકાના રાષ્ટ્રપતિ dissanayake
- કાવ્યા મારનના 39.25 કરોડ રૂપિયા ગુમાવ્યા! IPL 2025માં ખોટનો સોદો કર્યો?
- Ram navmi: પહેલા સૂર્ય તિલક અને હવે દીપોત્સવ, અયોધ્યા 2.5 લાખ દીવાઓથી પ્રકાશિત; આ રીતે રામ નવમીની ઉજવણી
- શું elon muskને ટ્રમ્પ વહીવટીતંત્રમાંથી કાઢી મૂકવામાં આવે છે? કારણ રાજકીય, ધંધાકીય કે નારાજગી હોઈ શકે છે