દમણના એરપોર્ટ રોડ પર આજે ફિલ્મી ઘટના બની હતી, BMW કાર નંબર MH 02 DI N 9725માં અચાનક આગ લાગી હતી. કારનો ડ્રાઈવર દરવાજો ખોલી બહાર નીકળી જતા તેનો જીવ બચી ગયો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં કાર ભળકે બળી ગઈ હતી. આ ઘટના બાદ ફાયર અને પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી.

BMW ડ્રાઈવરના જણાવ્યા મુજબ, તે કારને ગેરેજમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે કારના એન્જિનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને બોનેટનો ભાગ સળગવા લાગ્યો હતો. ડ્રાઈવરે તરત જ કાર રોકી અને બહાર નીકળી ગયો હતો, જેના કારણે જાનહાનિ ટળી, પરંતુ આ BMW કાર બળીને ખાખ થઈ ગઈ છે.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ, ઓઈલ લીકેજ, શોર્ટ સર્કિટ અથવા અન્ય ટેક્નિકલ ખામી આ ઘટનાનું કારણ હોઈ શકે છે.
આ પણ વાંચો..
- T20: 4-1… ભારતે T20 વર્લ્ડ કપ પહેલા ‘પરીક્ષા’ પાસ કરી, ન્યૂઝીલેન્ડને કચડી નાખ્યું
- Biden: જો બિડેનની હત્યા કરવાની યોજના હતી, આરોપીની ગર્લફ્રેન્ડે સંપૂર્ણ વાર્તાનો ખુલાસો કર્યો
- Delhi: દિલ્હી-એનસીઆરમાં આવતીકાલે વરસાદની શક્યતા: હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું
- Pm Modi: વિદેશ મંત્રાલયે એપ્સટિન ફાઇલ્સમાં પીએમ મોદીની ઇઝરાયલ મુલાકાત અંગે વાત કરી છે
- Shahrukh khan: એ લોકો મૂર્ખ છે…’, શાહરુખને દેશદ્રોહી કહેનારાઓને રાજીવ શુક્લાનો જવાબ





