મહુધાથી તરંગ શર્મા દ્વારા…
ખેડા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાણે કોરણે મુકાઈ ગઈ હોય તેમ ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા ઈસમોમાં કોઈ ડર રહ્યો નથી. હવે Mahudhaમાં લુંટારુઓએ ધોળે દિવસે ઘરમાં ઘુસી વૃદ્ધને બંધક બનાવી અને સવા લાખ ઉપરાંતની મત્તા લૂંટીને ફરાર થઈ જતા ચકચાર મચી છે. હાલ આ મામલે પોલીસ ફરીયાદ નોંધવાની પ્રક્રિયા ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ આજે બપોરના સુમારે 1.30 કલાકે Mahudha ચકલી વિસ્તારમાં જેઠાભાઈ મકવાણા પત્ની સાથે મેળા પર એટલે કે પ્રથમ માળે રહે છે. આજે તેઓ ઘરે હતા, તે દરમિયાન એકાએક કેટલાક ઈસમો તેમના ઘરે આવી પહોંચ્યા હતા અને પાછળની રૂમમાં બેઠેલા જેઠાભાઈ પર ચાદર નાખી દીધી હતી, તે પછી જેઠાભાઈને નીચે પાડી દઈ અને તેમના હાથ-પગ બાંધી દીધા હતા અને તેમની પાસે ઘરમાં જે કાંઈ હોય તે આપી દેવા જણાવ્યુ હતુ.

આ દરમિયાન જેઠાભાઈએ ના પાડતા, આ લૂંટારુઓએ ચપ્પા જેવા હથિયારથી તેમના પગ પર ઘસરકો કર્યો હતો, આ કર્યા બાદ જેઠાભાઈએ ડરના માર્યા ઘરમાં રહેલી સામગ્રી બતાવી હતી, જેથી તિજોરીમાંથી આ ઈસમોએ 1.85 લાખ રોકડા અને જેઠાભાઈના હાથમાંથી વીંટી અને અન્ય એક કબાટમાંથી 17 હજાર રૂપિયા જેટલી રકમ કાઢી લીધી હતી અને બાદમાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલો સામે આવતા હાલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરી રહી છે અને આ મામલે ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

જો કે, આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે પોલીસની કામગીરી સામે પ્રશ્નાર્થ ઉઠ્યા છે. એકતરફ અસામજીક તત્વોને ડામવા માટે જોરશોરથી બૂમરેંગ કરવામાં આવી રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં અને Mahudhaમાં અસમાજીક તત્વોમાં પોલીસ અને કાયદાનો બિલકુલ ડર ન હોય તેવી પરીસ્થિતિ દેખાઈ રહી છે. જેના કારણે મહુધામાં મુખ્ય રહેણાંક વિસ્તારમાં ધોળા દિવસે ઈસમોએ લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા છે.
આ પણ વાંચો..
- Virat Kohli બાબર આઝમને પાછળ છોડી દેશે! આ IPLમાં જ અદ્ભુત ઘટના બનશે
- Delhi High Court એ આ આધાર પર બળાત્કારના કેસમાં એક પુરુષને નિર્દોષ જાહેર કર્યો, 10 વર્ષની જેલની સજા
- Mandalay Myanmar ભૂકંપમાં બચાવ કાર્યમાં લાગેલી ભારતીય ટીમે મ્યાનમારનું દિલ જીતી લીધું, લોકો તેને બિરદાવી રહ્યા છે
- America એ તેના કર્મચારીઓને એક વિચિત્ર આદેશ જારી કર્યો, ચીની લોકો સાથે રોમેન્ટિક સંબંધો બાંધવા પર પ્રતિબંધ
- Godhra ફટાકડા વેચાણ થતા દુકાનો પર તંત્રના દરોડા, વેપારીઓમા દોડધામ