Gujaratમાં વાપી મહાનગરપાલિકાએ ડુંગરી ફળીયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949 ની જોગવાઈ અનુસાર 150 થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપવામાં આવી છે.

Gujaratમાં આ ભંગારીયાઓની GIDCના ઉદ્યોગોમાંથી વિવિધ પ્રકારના કેમિકલ વેસ્ટ, હેઝરડ્સ વેસ્ટ, નકામો ભંગાર આવા ગોડાઉનમાં એકઠો કરે છે. જેમાં ક્યારેક આગ લગાડીને કે લાગવાથી પર્યાવરણને નુકસાન કરે છે. તો, સાથે જ જમીનને અને જળ ને પ્રદુષિત કરે છે. આવી અનેક બાબતો ધ્યાને આવ્યાં બાદ પણ છેલ્લા ઘણા સમયથી GPCB કે અન્ય કોઈ તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરતું ના હોય આ ભંગારીયાઓ બેફામ બની ગયા હતાં.

જો કે, હવે Gujaratનો આ સમગ્ર વિસ્તાર વાપી મહાનગરપાલિકા હસ્તક આવ્યો હોય આ ભંગારીયાઓની ગેરપ્રવૃત્તિઓથી વાકેફ થયા બાદ વાપી મહાનગરપાલિકા કમિશ્નરે કાયદાનો દંડો ઉગામ્યો છે. જેમાં વાપી મહાનગરપાલિકા એ ડુંગરા, ડુંગરી ફળિયા, કરવડમાં ધમધમતા ગેરકાયદે ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃતિઓ સામે Section 267 and Section 260(1) of the Gujarat Provincial Municipal Corporation Act-1949ની જોગવાઈ અનુસાર 150થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી છે. જેને લઈ ભંગારના ગોડાઉન ધરાવતા ગોડાઉન માલિકો, ભંગારીયાઓમાં ફફડાટ ફેલાયો છે.

વાપી મનપા એ આપેલી આ નોટિસમાં જણાવ્યું છે કે, ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949 ની 267 તથા કલમ -260(1) ની જોગવાઈ અનુસાર અનધિકૃત રીતે ભંગારનું ગોડાઉન બનાવેલ છે તથા અનધિકૃત રીતે ભંગારની પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ છે. ઉપરોકત અનધિકૃત બાંધકામના સંબંધમાં ફરમાવવાનું કે, તમોએ સક્ષમ ઓથોરીટીની મંજુરી વિના અનધિકૃત રીતે ભંગારનું ગોડાઉન બનાવેલ છે અને જોખમ કારક ભંગારની પ્રવૃત્તિઓ કરતા આવેલ છે.

જે અનધિકૃત ભંગારની પ્રવૃત્તિઓને કારણે ઘણીવાર આગનાં બનાવો બનેલ છે. જેમાં જાનહાનિની પણ શક્યતાઓ રહેલ છે. જે અનધિકૃત ઉપયોગની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા જણાવવામાં આવે છે. તથા પ્રશ્નવાળું ગોડાઉનનું અનધિકૃત બાંધકામ દૂર કેમ ન કરવું? તે અંગે દિન-3 માં લેખિતમાં બિલ્ડીંગ પરમીશન, બિલ્ડીંગ યુઝ પરમીશન અથવા અન્ય કોઈ પરવાનગી મેળવેલ હોય તો સાધનીક પુરાવા રજુ કરવા જણાવવામાં આવે છે. 

મનપા એ આ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે, જો આપ સમયમર્યાદામાં આધાર પુરાવા રજુ ન કરશો તો ધી ગુજરાત પ્રોવિન્શીયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ-1949-ની 267 તથા કલમ 260() ની જોગવાઈઓ હેઠળ અનધિકૃત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભંગારીયાઓ સામે મનપા કમિશ્નરની આ કાર્યવાહીની લોકો પણ સરાહના કરી રહ્યા છે. અને ભંગારીયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નેસ્તનાબુદ કરવા અપીલ કર્યા છે.

આ પણ વાંચો…