Gujaratમાં પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી એક મહિલાનો ગળે ટુંપો દીધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી.
શહેરા પોલીસને પરિવારજનો દ્વારા જાણ કરવામા આવતા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. મૃતદેહને શહેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. Gujaratમાં એકતરફ તાંત્રિકો, ભૂવાઓ દ્વારા અંધશ્રદ્ધા ફેલાવી અને લોકોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેવા સમયે આ મહિલાની તાંત્રિક વિધીમા હત્યા કરવામા આવી હોવાની શંકાઓની પણ લોકચર્ચાઓ થઈ રહી છે. જોકે પોલીસ તપાસમા સત્ય બહાર આવશે.
પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોધરા તાલુકાના કુંડલા ગામની મહિલા રંજનબેન પટેલની લાશ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી મળી આવી હતી. લાશ ગળે ટુપો દીધેલી અવસ્થામાં હતી. રજંનબેનના પતિ સહિતના પિયરપક્ષના પરિવારજનો પણ દોડી આવ્યા હતા, લાશ પાસેથી નાળિયેર અને ફુલ મળી આવ્યા હતા. જેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.
ઘટનાની જાણ થતા શહેરા પોલીસ સ્ટેશનના પીઆઈ અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. લાશને પોસ્ટ મોર્ટમ માટે શહેરા હોસ્પિટલ ખાતે લાવામા આવી હતી. આ મામલે પોલીસે પરિવારજનો ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો..
- Aurangzebpur નું નામ બદલીને શિવાજી નગર કરાયું, ઈદ પર અનેક સ્થળોના નામ બદલવાની જાહેરાત, જુઓ સંપૂર્ણ યાદી
- Nepalના સૌથી મોટા બજારમાં 1 કરોડ રૂપિયાની લૂંટ, આંખના પલકારામાં બધું સ્પષ્ટ
- ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ Imran khan, નોબેલ શાંતિ પુરસ્કાર માટે થયા નામાંકિત
- શું rashmika mandana ટાઇપ કાસ્ટ થઈ રહી છે? બેક ટુ બેક 4 ફિલ્મોમાં હીરોની પત્ની બની
- Jammu Kashmir: આતુરતાનો આવશે અંત, કાશ્મીરને મળશે પહેલી વંદેભારત ટ્રેન ભેટ