BJP નેતાએ ભીલાડ અંડરપાસનું તાકીદે પૂર્ણ કરવા માંગણી કરી છે. વાપીમાં ઉમરગામ તાલુકાના ભીલાડ રેલવે અંડરપાસનું કામ લાંબા સમયથી અધૂરું હોવાથી વાહનચાલકો અને સ્થાનિક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. દૈનિક હજારો વાહનચાલકો આ માર્ગનો ઉપયોગ કરે છે, જેમાં સેલવાસ, વાપી અને સરિગામ જીઆઈડીસી જતાં કામદારો તેમજ હોસ્પિટલમાં જતાં દર્દીઓ પણ સામેલ છે. અંડરપાસ બંદ રહેવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે.
ઉમરગામ તાલુકા BJP પ્રમુખ ડૉ. નિરવ શાહે આ મુદ્દે વલસાડ જિલ્લા યુવા સાંસદ ધવલ પટેલને પત્ર લખી રજૂઆત કરી હતી. ભીલાડ રેલવે અંડરપાસનું કામ ચોમાસા પહેલા પૂર્ણ થાય તે માટે તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

રજુઆત મળ્યા બાદ BJP સાંસદ ધવલ પટેલે પશ્ચિમ રેલવેના ડિવિઝનલ મેનેજર સાથે મુલાકાત કરી અને ભીલાડ અંડરપાસના અધૂરા કામ અંગે તાકીદે કાર્યવાહી કરવા કહ્યું. રેલવે અધિકારીઓએ પણ સ્થળ નિરીક્ષણ કરી કામગીરી વહેલી તકે પૂરી કરવાની ખાતરી આપી છે.
BJP પ્રમુખ ડૉ. નિરવ શાહે જણાવ્યું કે સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી રેલવે અધિકારીઓએ ચોમાસા પહેલા કામ પૂરૂં કરવા માટે વચન આપ્યું છે. આ અંગે ભાજપ સંગઠન સતત કાર્યશીલ છે, જેથી ઉમરગામના રહેવાસીઓને પડતી મુશ્કેલીમાંથી વહેલું મુક્તિ મળી શકે.
આ પણ વાંચો..
- Pakistanએ કૃષ્ણા ઘાટી સેક્ટરમાં કર્યો ગોળીબાર, ભારતીય સેનાએ આપ્યો જડબાતોડ જવાબ
- ભુપેન્દ્રભાઈ પટેલથી અને આરોગ્ય મંત્રીથી સરકાર ન ચલાવી શકાય તે હોય તો બીજા કોઈને જવાબદારી સોંપી દો: Ishudan Gadhavi
- Gujaratની શાળામાં રોબોટ શિક્ષકની એન્ટ્રી, વિદ્યાર્થીઓને મળી રહ્યો છે નવો અનુભવ
- Ahmedabad: Paytmના નામે 500 લોકો સાથે કરોડોની છેતરપિંડી, સાયબર ક્રાઈમ બ્રાન્ચે કર્યો મોટો ખુલાસો
- PM મોદીનું સપનું, ગુજરાતનું ‘Gift City’ કરી રહી છે લિફ્ટ; રેન્કિંગમાં છ ક્રમની લગાવી છલાંગ