Gujaratના રાજકોટમાં ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સપાટો બોલાવી દીધો છે. જ્યાં કટિંગ ચાલતુ હોય તે ઝડપી પાડી અનેક વાહનો અને 44 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જામકંડોરણા પોલીસ સ્ટેશનની હદમાં કાડરકા ગામમાં ધાર સિમમાં જીતેન્દ્રસિંહના ફાર્મમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો.

Gujaratની સ્ટેટ મોનીટરીંગ સેલ આ દરોડામાં 7016 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત 44.19 લાખ રૂપિયા થાય છે. આ કેસમાં પોલીસે 22 લાખના 2 વાહનો, 5 મોબાઈલ અને રોકડ મળી 68.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
2 આરોપીને ઝડપી પાડ્યા છે અને 9 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે આ તમામ બુટલેગરો સામે પ્રોહી એક્ટ 65(A)(E),81,83, 116(B),98(2) અને BNS એક્ટ:111(2)(B),(3)(4) મુજબનો ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો..
- Horoscope: 4 જૂનનો દિવસ તમામ રાશિ માટે કેવો રહેશે? જાણો આજનું રાશિફળ
- ‘cocktail 2’ રિલીઝ પહેલા કૃતિ સેનન તિરુમાલા મંદિરમાં આશીર્વાદ માંગે છે
- suryakumar yadav: સૂર્યકુમાર યાદવની T20 કેપ્ટનશીપ જોખમમાં; પસંદગીકારો ફેરફાર કરવા વિચારી રહ્યા છે
- thailand થાઈ રાજા દ્વારા શાહી માફી બાદ થાક્સિન શિનાવાત્રાને મુક્ત
- Google ગૂગલ જેમિનીને ‘વિસ્તૃત વિચારસરણી’ મોડ મળે છે – AI હવે સચોટ જવાબો આપવા માટે વધુ સમય લેશે




