Gujaratના રાજકોટના એક તાલુકામાં શોર્ટ સર્કિટ થઈ અને ખેતરમાં પાક બળીને ખાખ થઈ ગયો હોવાની ઘટના સામે આી છે. આકસ્મિક બિનાથી ખેડૂતમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે.

મળતી માહિતી મુજબ Gujaratના રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ત્રણ ખેડૂતોનો ઘઉંનો પાક તૈયાર થઈ ગયેલો હતો. આ ખેતર નજીક એક વીજપોલમાં શોર્ટ સર્કિટ થઈ અને એક ખેતરમાં રહેલા ઘઉંનો પાક બળીને ખાખ થઈ ગયો.
આ વખતે આગ કાબુમાં આવે તેમ નહોતી અને દરમિયાન એક ખેતરની આગ અન્ય બે ખેતરોમાં પહોંચી. જ્યાં ત્રણેય ખેતરોમાં રહેલો ઘઉંનો તૈયાર થઈ ગયેલો પાક ભળ ભળ બળી ઉઠ્યો અને ગણતરીની મિનિટોમાં તો ભસ્મ થઈ ગયો હતો.

Gujaratના જામકંડોરણા ત્રણ ખેડૂતનો ઘઉંનો તૈયાર થઈ ગયેલ ઉભો પાક બળી જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હાલ તો પ્રાથમિક વિગતો મુજબ 3 લાખ રૂપિયાથી વધુનો પાક બળી ગયો છે. આ પાક 11 વીઘાથી વધુ વિસ્તારમાં કરવામાં આવ્યો છે. જેમાં એક બાદ એક ત્રણ ખેતરોમાં આગની ચપેટ આવી અને તેમાં ઘઉંનો સુકો તૈયાર પાક બળીને ખાખ થઈ ગયો છે.
આ પણ વાંચો..
- Gujaratના આ શહેરમાં 450 સરકારી કર્મચારીઓ પર લગાવાયો દંડ, 15 દિવસમાં 5 હજાર ચલણ જારી
- IPL : ગુજરાત મૂળના અક્ષર દિલ્હીની ટીમના ‘પટેલ’ : ઓલરાઉન્ડર તરીકે ભારતીય ટીમનું મજબૂત ભવિષ્ય
- Gujaratમાં પ્રથમ સી-લિંક પ્રોજેક્ટને મંજૂરી, મુંબઈ-સુરત વચ્ચેના પ્રવાસનો ઘટશે સમય
- Vadodara : 4 વિદેશી યુવકો પર હુમલો, કારણ જાણીને ચોંકી જશો..!!
- Rajkotમાં ફરી જોવા મળ્યો સ્પીડનો કહેર… કારે 4 લોકોને કચડ્યા, 70 વર્ષના વૃદ્ધનું મોત