Gujaratના ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં હીટ એન્ડ રનના બનાવમાં એક 22 વર્ષિય યુવકનું કરૂણ મોત નીપજ્યુ છે. બ્લેક ફેમવાળી ફોરચ્યુનર લઈને જતા નબીરાએ ફૂલ સ્પીડમાં ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયુ છે.
નડિયાદ શહેરમાં હીટ એન્ડ રનની ઘટનામાં વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે. એક બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર ગાડીમાં નબીરો યુવતી સાથે સવાર હતો અને તેણે આ બાઈક લઈને જઈ રહેલા યુવકને જોરદાર ટક્કર મારી હતી અને આ ઘટનામાં બાઈક ચાલક યુવકનું મોત થયુ છે,
મળતી માહિતી મુજબ Gujaratના નડિયાદ શહેરના માઈ માતા મંદિર રોડ પર રહેતા 22 વર્ષિય યોગેશ ઉર્ફે યુવરાજ રાજપૂત વીકેવી રોડ પર પોતાની બહેનના ઘરે ધૂળેટીની ઉજવણી માટે ગયો હતો. આ વખતે યુવરાજ પોતાના બનેવીનું બાઈક લઈ બહાર નીકળ્યો હતો.
આ દરમિયાન સંતરામ લેબોરેટરી પાસે પહોંચ્યો હતો અને તે દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી બ્લેક કાચવાળી ફોર્ચ્યુનર નંબર જી.જે. 27, ઈ.ડી 0056માં સવાર નબીરાએ આ યુવરાજના બાઈકને ટક્કર મારી હતી અને નાસી છૂટ્યો હતો. આ હીટ એન્ડ રનમાં યુવરાજ રોડ પર પટકાતા માથુ ફાટી ગયુ હતુ અને માથા અને કાનમાંથી લોહી નીકળી રહ્યુ હતુ.
આ ઘટનાની જાણ બહેન-બનેવીને થઈ અને તેઓ સ્થળ પર પહોંચતા તેમના હોંશ ઉડી ગયા હતા. યુવરાજને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો અને ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. આ મામલે નડિયાદ ટાઉન મથકે ઉપરોક્ત ફોર્ચ્યુનર કારના ચાલક સામે ફરીયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો..
- Gujarat High Courtનો ઐતિહાસિક નિર્ણય, વક્ફ બોર્ડે પણ ફિક્સ કોર્ટ ફી ચૂકવવી પડશે
- બ્લોકના કારણે Gujaratમાં આ સ્ટેશન પરથી પસાર થતી ટ્રેનો થશે પ્રભાવિત
- ક્લાયમેટ ચેન્જના પડકારો સામે રાજ્યના શહેરોએ ગ્રીન સ્પેસ–ગ્રીન ગ્રોથ-ગ્રીન મોબિલિટી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સ્વચ્છ સર્વેક્ષણમાં લિડ લીધી છે : CM Bhupendra Patel
- Gujarat: દ્વારકા જઈ રહેલા ભક્તોને ટ્રકે મારી ટક્કર, ચાર લોકોના મોત અન્ય એક ઘાયલ
- બનાસકાંઠા જિલ્લાના પાલડિયા ગામમાં આદિવાસીઓ પર થયેલી હિંસા અત્યંત શરમજનક :Arvind Kejriwal AAP





