Gujarat વિધાનસભામાં કેટલાક કલાકારો મુલાકાત લઈ આવ્યા અને સરકારે આ કલાકારોનું સન્માન પણ કરી નાખ્યુ. પરંતુ ઠાકોર સમાજના કોઈ કલાકારને આમંત્રણ ન આપવા મામલે વિક્રમ ઠાકોર નારાજ થયા અને હવે આ મામલે વિધાનસભા મ્હાલી આવેલા કિર્તીદાન ગઢવીએ વિક્રમ ઠાકોરની નારાજગી અંગે નિવેદન આપ્યુ છે.

Gujarat વિધાનસભામાં કલાકારોના પહોંચ્યા બાદ છેડાયેલા વિવાદ મામલે કિર્તીદાન ગઢવીએ જણાવ્યુ કે, વિક્રમ ઠાકોરની નારાજગી યોગ્ય છે. પરંતુ કલાકારની કોઈ જ્ઞાતિ કે ધર્મ હોતો નથી. કલા એ જ કલાકારની જ્ઞાતિ અને ધર્મ છે. વિધાનસભામાં કોઈ કલાકારને આમંત્રણ નહોતુ, સહજ આમંત્રણના પગલે અમે બધા કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા.

Gujarat વિધાનસભામાં કલાકારોના પહોંચ્યા બાદ છેડાયેલા વિવાદ મામલે રાજભા ગઢવીએ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતુ કે, કલાકાર કોઈ સમાજનો હોતો નથી. તમામ કલાકારો એક જ હોય છે. આ મામલે કોઈ વિવાદ ન થવો જોઈએ.
મામલો કંઈક એમ હતો કે, Gujaratના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ કલાકારને આમંત્રણ ન અપાતા નારાજ થયા હતા. જો કે, ચોમેર વિક્રમ ઠાકોરની વાતને લોકોએ વધાવી લીધી છે અને તેમના સમર્થનમાં ઉતરી પડ્યા છે. તો કેટલાક નેતાઓએ પણ વિક્રમ ઠાકોરની વાતને વધાવી લીધી છે.
આ પણ વાંચો..
- BLA Vs PAK ARMY… શું ઓપરેશન પૂરું થયું કે પાક આર્મી કંઈક છુપાવી રહી છે, કોના દાવામાં કેટલી સત્યતા?
- BCCI નોરા ફતેહી પર લાખો રૂપિયાની વર્ષા કરશે, 1400 કરોડની ટૂર્નામેન્ટમાં આ કામ
- બોલિવૂડ માં હોળીનો શોક, Deb Mukherjee ને વિદાય આપવા માટે સ્ટાર્સ પહોંચ્યા
- સોનું છુપાવવા ટેપ ખરીદી, આવો પ્લાન બનાવ્યો… ranya Rao એ રહસ્યનો ખુલાસો કર્યો
- Government College ના છોકરાઓની છાત્રાલય ડ્રગ્સનો અડ્ડો બની, 2 કિલો ગાંજો ઝડપાયો