ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન શરૂ થવામાં લગભગ એક અઠવાડિયાનો સમય બાકી છે. હવે IPL 2025 પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમે પોતાના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.
ઓલરાઉન્ડર અક્ષર પટેલ IPL 202 માં દિલ્હી કેપિટલ્સનું નેતૃત્વ કરશે. પહેલા અગાઉ એવી ચર્ચા હતી કે, કે. એલ. રાહુલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનશે. રાહુલને IPL 202 ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ ફ્રેન્ચાઇઝીએ રાહુલની બદલે અક્ષર પટેલને પ્રાધાન્ય આપ્યું છે. અક્ષરે T20 ક્રિકેટમાં કુલ 16 T20 મેચોમાં બરોડાની ટીમનું નેતૃત્વ કર્યું છે, જેમાં ટીમે 10 મેચ જીતી છે.

અક્ષરને કેપ્ટન બનાવતા વધુ એક ગુજરાતીએ IPLમાં દબદબો બનાવ્યો છે. મૂળ ગુજરાતના નડિયાદનો અક્ષર પટેલ ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર છે. તેઓ ડાબા હાથથી બેટિંગ અને ડાબા હાથથી બોલિંગ કરે છે. અગાઉ આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમતો હતો.
તાજેતરમાં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોમાં પણ અક્ષર પટેલે ખૂબ સરસ બેટીંગ અને બોલિંગ કરી હતી. અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન બનતા હવે કેવી રણનીતિથી IPLમાં ઉતરે છે અને તેના નેતૃત્વમાં ટીમને કેટલો ફાયદો થાય છે, તે આગામી સમયમાં જોવા મળશે.
આ પણ વાંચો..
- akhilesh yadav: ‘મારા પરિવાર વિશે ઘણી ખોટી વાતો કહેવામાં આવી છે’: સોનિયાએ કહ્યું કે તેમણે સત્ય ઉજાગર કરવા માટે આ પુસ્તક લખ્યું છે; આ કાર્યક્રમમાં અખિલેશ, અમરિંદર સિંહ અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા
- Imran khan: ‘હું કદાચ જીવતો પાછો ન પણ આવું’: ઈમરાન ખાને જેલમાંથી પાકિસ્તાની ન્યાયાધીશોને પત્ર લખ્યો; પત્નીની તબીબી સારવાર વિશે શું કહ્યું?
- priyanka chopra: વૈશ્વિક સ્ટાર માટે નવો રેકોર્ડ: આલિયા અને શ્રદ્ધાને પાછળ છોડ્યા — અનુષ્કાના પતિનું સ્થાન ક્યાં છે?
- Rahul gandhi: રાહુલ ગાંધીએ મતદાર યાદીઓની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR – વિશેષ સઘન પુનરાવર્તન) પ્રક્રિયા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે
- narendra modi: નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ચાર દેશોના નેતાઓ મનિલામાં ઉચ્ચ સ્તરીય પરામર્શ કરશે; શું ચીન અંગે કોઈ રણનીતિ સામે આવશે?




