Surat રાંદેરના ઈકબાલ નગર નજીકની એક મોટી દુર્ઘટના બની છે. અત્રે કેટલાક લોકો જુગાર રમતા હતા અને આ જુગારધામ રપર જ્યારે પોલીસે દરોડો પાડ્યો, ત્યારે જુગારીઓમાં ભાગદોડ મચી ગઈ હતી.
Suratમાં તાપી નદીના કોઝવે નજીક જુગારધામ પર પોલીસ રેડ પડતાં નાસભાગ મચી હતી. આ દરમિયાન પોલીસથી બચવા માટે બે જુગારીઓ નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ કમનસીબે બંને જુગારીઓ ડૂબી જતાં તેમના મોત નીપજ્યાં હતા. ગુલામનબી અને મોહમ્મદ અમીન કોઝવેમાં કૂદી પડ્યા અને ડૂબી ગયા હતા. જ્યાં બંનેનું મોત થયું છે. જોકે, ફાયર બ્રિગેડને તાત્કાલિક આવી પહોંચી બંનેના મૃતદેહો શોધવાનું શરૂ કરાયુ અને સ્થાનિકોની મદદથી તેઓને બહાર કાઢવામાં આવ્યા.
મૃતકોના પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસે જુગારીઓને બચાવવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે જુગારીઓ ડૂબી રહ્યા હતા ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી. પરંતુ પોલીસે તેમને બચાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો.
આ ઘટના બાદ Surat શહેરમાં ચકચાર મચી ગઈ છે. લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવી રહ્યા છે. મૃતકોના પરિવારજનોએ ન્યાયની માંગણી કરી છે. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો..
- Jamnagar : રસ્તો ખોદી નાખવા મામલે મહિલાઓ લાલઘૂમ, હલ્લાબોલ કર્યો
- Jamnagar : પાકિસ્તાનના ડ્રોનથી હુમલાનો પ્રયાસની વાતો અફવાઃ તંત્ર
- Pakistan: પાકિસ્તાને તુર્કી ડ્રોનનો ઉપયોગ કર્યો, 36 સ્થળોને નિશાન બનાવ્યા: MEA
- Gujarat: ગુજરાતમાં ૧૫ મે સુધી ફટાકડા અને ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ
- India Pakistan war: આશા છે કે તણાવ વધુ નહીં વધે… ભારત-પાક તણાવ પર વિદેશ મંત્રાલયે વાત કરી