Pakistanમાં ટ્રેન હાઈજેક થવાની ઘટના બની છે. Pakistanના અશાંત વિસ્તાર બલૂચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (BLA)એ જાફર એક્સપ્રેસ ટ્રેનને હાઈજેક કરી હતી. આ હુમલામાં આતંકવાદીઓએ અંદાજિત 214 મુસાફરોને બંધક બનાવ્યા હતા. BLAએ દાવો કર્યો છે કે, તેમણે 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. આ સાથે જ Pakistan સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
આ ઘટનાને સંદર્ભે Pakistan સરકારે કાર્યવાહી કરતા પાકિસ્તાની સેનાએ હાઈજેક થયેલી ટ્રેનને મુક્ત કરાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે, તેમણે 104 બંધકોને મુક્ત કરાવ્યા છે અને 16 BLA લડવૈયાઓને ઠાર કર્યા છે. પાકિસ્તાની સેના જમીની કાર્યવાહીની સાથોસાથ હવાઈ ઓપરેશન પણ ચલાવી રહી છે.

બલૂચ લિબરેશન આર્મીની મુખ્ય માંગણીઓ જોઈએ તો BLAએ Pakistan સરકારને બલૂચ કેદીઓની તાત્કાલિક અને બિનશરતી મુક્તિની માંગણી કરી હતી. તેમણે ધમકી આપી હતી કે, જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો તેઓ બંધકોને મારી નાખશે.
આ ઘટના બલુચ વિસ્તારમાં ટ્રેન ટનલની અંદર પહોંચી ત્યારે બની હતી. ટ્રેનમાં અંદાજિત 400થી વધારે મુસાફરો હતા. BLAએ દાવો કર્યો હતો કે, મહિલાઓ, બાળકો અને બલોચ નાગરિકોને મુક્ત કરી દેવાયા છે.
બલુચ લિબ્રેશન આર્મી શું છે.?
બલુચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સક્રિય એક સશસ્ત્ર જૂથ છે. તે બલુચ લોકોના અધિકારો માટે લડવાનો દાવો કરે છે અને બલુચિસ્તાનની સ્વતંત્રતા કે વધુ સ્વાયત્તતા ઈચ્છે છે. એવું માનવામાં આવે છે કે BLA ની રચના 1970 ના દાયકામાં થઈ હતી, જ્યારે બલુચિસ્તાનના લોકો તેમની રાજકીય અને સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે લડી રહ્યા હતા. વાસ્તવમાં આ સંગઠન વર્ષ 2000 માં ઝડપથી વિકસ્યું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય બલુચિસ્તાનને પાકિસ્તાનથી સ્વતંત્ર કરાવવાનો છે. તેઓ પાકિસ્તાન સરકાર પર બલુચિસ્તાનના સંસાધનોનું શોષણ કરવાનો અને બલુચ લોકો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવે છે.
આ પણ વાંચો..
- ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ, હાર્દિક પંડ્યા હવે IPL 2025 ની તૈયારીમાં વ્યસ્ત છે, મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં જોડાયો
- GOI 266 વધુ નાગરિકોને પાછા લાવ્યા, વિદેશમાં કામ કરતા લોકો મુશ્કેલીમાં
- Uttarakhand ના આ ૧૨૫ ગામડાઓને શેનો ડર છે? 150 વર્ષથી હોળી ન ઉજવવાનું સત્ય
- Russia Ukraine War : એક તરફ યુદ્ધવિરામની ચર્ચા થઈ રહી હતી અને બીજી તરફ રશિયાએ રમી યુક્તિ
- Gujaratમાં પારો 40ને પાર, 18 જિલ્લામાં હીટવેવ એલર્ટ; ભારે ગરમી પર IMDનું અપડેટ