પોરબંદરમાં બાવળના જંગલમાં ભયંકર આગ લાગી છે. આ આગ એટલી વિક્રાળ છે કે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર પાણીનો મારો ચલાવવા છતાં હજુ સુધી આગ કાબુમાં આવી નથી. આ આગ અંગે એવી પણ અટકળો છે કે કોઈએ આગ લગાડી છે. ત્યારે હાલ સમગ્ર બાબતે તપાસ ચાલી રહી છે. બીજીતરફ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુમાં લેવાના પ્રયાસ ચાલુ છે.

આ આગ એટલી વિક્રાળ છે કે તેની જ્વાળા બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી ગઈ છે. તેમાંય ખાસ કરીને હાલ આગના સ્થળે ખૂબ વધારે માત્રામાં પવન ફૂંકાઈ રહ્યો હોવાથી આગને કાબુમાં લેવી મુશ્કેલ પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગનો આ બીજો બનાવ છે, જ્યાં ભારે તબાહી થઈ છે. અગાઉ સુરતના શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે આખુ બજાર બાળી નાખ્યુ હતુ અને અંદાજે 600 જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી. જેમાં વેપારીઓને ભારે નુકસાન થયુ હતુ. હવે પોરબંદરમાં લાગેલી આગે પણ જંગલમાં ભારે નુકસાન પહોંચાડ્યુ છે.
આ પણ વાંચો..
- Gujarat સરકારે 25 મંત્રીઓને 34 જિલ્લાની સોપી જવાબદારી, જાણો કોને કયા જિલ્લાની જવાબદારી મળી?
- Gujarat: 15 વર્ષના છોકરાએ મોટા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ, ગર્ભવતી ભાભી સાથે દુસ્કર્મ કરી તેની પણ કરી હત્યા
- આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીની તૈયારીઓ બાબતે ચર્ચા કરવામાં આવી:Manoj Sorathiya
- Horoscope: કોનો દિવસ કેવો રહેશે, જાણો તમારું રાશિફળ
- Tulsi vivah: તુલસી-શાલિગ્રામ લગ્ન દરમિયાન આ ભૂલો ટાળો; શું કરવું અને શું ન કરવું તે જાણો





