મહારાષ્ટ્રના પુણેમાં બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મ્યુનિસિપલની બસમાં 26 વર્ષીય યુવતીને એક હવસખોરે પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ કેસમાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઘટનાના બે દિવસ બાદ આરોપી દત્તાત્રેય ગાડેની પુણે પોલીસે મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે તેના ગામ શિરુરના શેરડીના ખેતરોમાંથી ધરપકડ કરી છે.
આરોપી છેલ્લા બે દિવસથી તેના ગામમાં છૂપાયેલો હતો. પોલીસે આ કેસની તપાસ માટે 13 ટીમો બનાવી હતી. આરોપીને શોધવા માટે 1 લાખ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં યુવતી પોતાની બસની રાહ જોતી હતી, તે વખતે આરોપીએ બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલી બસમાં ફોસવાવીને લઈ ગયો હતો અને તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી હિસ્ટ્રીશિટર છે અને તે અગાઉ ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ચોરી જેવા કેસોમાં પણ આરોપી છે. હાલ તો પોલીસે તેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- Pahalgam Terror Attack : અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી
- Elvish Yadav પર મુશ્કેલીના વાદળો છવાયા, NCW ઓફિસમાં માફી માંગી
- “મને પીએમ મોદીની લોકપ્રિયતાની ઈર્ષ્યા થાય છે” JD Vance
- ‘અમે અમારી સ્વતંત્રતા નહીં છોડીએ’, Harvard University એ ટ્રમ્પ સરકાર સામે કેસ દાખલ કર્યો
- આર્મીનું Victor Force શું છે? પહેલગામમાં આતંકવાદી હુમલો કરનારા આતંકવાદીઓને કોણ શોધી રહ્યું છે?