Ahmedabad News: અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વ્યકિત પાસેથી મુંબઈ જીપીઓમાંથી બોલુ છું. તમે ચાઈના મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનુ કહીને મુંબઈના સાયબર ક્રાઈમના અધિકારીના નામે ધમકાવીને ૨૫ લાખ પડાવી લીધા હતા. આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાઈ છે. રાણીપ વિસ્તારમાં મનુભાઈ પટેલ છેલ્લા ચાર મહિનાથી એકલા રહે છે, જયારે તેમનો પરિવાર અમેરિકાના ટેક્સાસ શહેરમાં રહે છે. ગત ૨૦ ડિસેમ્બરે તેઓ ઘરે હાજર હતા ત્યારે તેમના મોબાઈલ ફોન પર કોઈ મહિલાએ જીપીઓ અધિકારીની ઓળખ આપીને ચાઈના જતા પાર્સલમાં ડ્રગ્સ મળ્યુ છે તેમ કહ્યું હતું.
તમારા પાર્સલ સાથે તમારું આધાર કાર્ડ પણ જોઇન્ટ કરેલું છે અને તેમનો આધાર કાર્ડ નંબર બોલતા તે નંબર સાચો નીકળ્યો હતો. આ પાર્સલની સાથે છ પાસપોર્ટ, પાંચ એટીએમ કાર્ડ, ૩.૫ કિલો કપડાં, એક લેપટોપ અને ૫૦ ગ્રામ એમડી ડ્રગ્સ મળ્યું છે. તેમ કહી ડરાવ્યા હતા.
ત્યારબાદ ફોન કરનારી મહિલાએ મુંબઈના સાયબર ક્રાઈમના અધિકારીઓને ફોન ટ્રાન્સફર કરાવી દીધો હતો બાદમાં સંદીપ ડાંગર અને બલવંતસિહ નામની વ્યકિતએ પોતે ડીસીપી ક્રાઈમની ઓળખ આપીને ફરિયાદીને વીડીયો કોલ કરીને ધમકાવ્યા હતા. તમારી ધરપકડ કરીને મુંબઈ લઈ જવા પડશે જયાં સાત વર્ષ સુધી જેલમાં રહેવુ પડશે કહીને ડરાવીને ૨ દિવસ સુધી વીડીયો કોલ ચાલુ રખાવ્યો હતો. તમે અમેરિકા નહી જઈ શકો તમારો પાસપોર્ટ જમા કરી દેવો પડશેની ધમકી આપી હતી.
તમારા ઘરની બહાર સાદા ડ્રેસમાં અમારા બે માણસો તમારી પર વોચ રાખી રહ્યાં છે. ફરિયાદીના અલગ અલગ ખાતામાં રહેલી એફડી તોડાવવા મજબુર કર્યા હતા એટલી હદે તેમને ત્રાસ આપ્યો હતો કે અમારો વીડીયો કોલ બંધ ન થવા જોઈએ તે માટે તાત્કાલિક તમારે પાવર બેંક ખરીદવાનુ કહ્યુ હતુ. એટલુ જ નહિ તમારા અલગ અલગ બેંક ખાતામાં એફડી પડી હોવાનુ અને ધરપકડમાંથી બચવુ હોય તો ૨૫ લાખ આપવા પડશે કહીને અલગ અલગ બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરાવી લીધી હતી
Also Read
- Sudan Gurung કોણ છે? જેમણે પોતાની ઇવેન્ટ કારકિર્દી છોડીને સામાજિક કાર્યકર બન્યા અને પછી નેપાળની સત્તાને હચમચાવી દીધી
- Nepalમાં વિરોધ પ્રદર્શનો વચ્ચે એરપોર્ટ પર ફસાયેલા 400 ભારતીયો, પોતાની અગ્નિપરીક્ષા વર્ણવી!
- Doha: કતારની રાજધાની દોહામાં ઇઝરાયલી વિસ્ફોટોથી ગભરાટ ફેલાયો, ગાઝા યુદ્ધવિરામની ચર્ચા કરી રહેલા હમાસ નેતાઓ પર હુમલો
- T20 world cup 2026 ની તારીખ નક્કી! ભારત ફાઇનલનું આયોજન ગુમાવી શકે છે
- Ragini MMS 3: રાગિની એમએમએસ 3′ માંથી નોરા ફતેહી બહાર, હવે એકતા કપૂરની નજર આ અભિનેત્રી પર છે