Gondal: ડો.બાબાસાહેબ આંબેડકરના ૬૮ માં નિવાણદિન નિમિતે સમતા સૈનિક દળ ગુજરાત દ્વારા ગોંડલ માં સૌપ્રથમવાર મહારેલીનું આયોજન કરાયું હતું. જેમાં ડો.આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. બાદમાં પગપાળા અને બાઈક રેલી યોજાઈ હતી. રેલીમાં બાળકો, મહિલાઓ, અને પુરૂષો રેલીમાં જોડાયા હતા અને રેલી પૂર્ણ થયા બાદ કોલેજ ચોકમાં ઘમ્મ સભા યોજાઈ હતી. કોઈ અનિચ્છનિય બનાવ ના બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.

Gondal: સાંઢિયા પૂલથી પ્રસ્થાન થયેલી રેલી જુદા જુદા વિસ્તારોમાં ફર્યા બાદ સંગ્રામજી હાઈસ્કૂલનાં મેદાનમાં ધમ્મસભામાં ફેરવાઈ

સમતા સૈનિક દળ દ્વારા સવારે ૯ । કલાકે જેતપુર રોડ સાંઢીયાપુલ થી મહારેલી પ્રસ્થાન થઈ હતી જે ત્રણખુણીયા, જેલચોક, ઉધોગભારતી ચોક, પાંજરાપોળ | થઈ ભગવતપરા મેઈનરોડ, હોસ્પિટલ | ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, માંડવીચોક, કડીયાલાઈન થઈ ડો.આંબેડકર ની પ્રતિમાએ પહોચી હતી અને ડો આંબેડકરની પ્રતિમા ને સલામી આપી હતી અને ફુલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ત્યાંથી ગુંદાળા દરવાજા, કૈલાશબાગ રોડ, બસસ્ટેન્ડ ચોક, પેલેસ રોડ થઈ કોલેજચોક પહોચી સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પોહચી હતી અને ધમ્મસભા નું આયોજન કરાયુ હતું. સમતા સૈનિક દળના ગુજરાત પ્રમુખ દિનેશભાઈ મકવાણાએ તથા સંચાલક, માર્ગદર્શક ભનુભાઇ ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતાં.

સમતા સૈનિક દળ ગુજરાત દ્વારા મહારેલી અને ધમ્મસભા નું આયોજન કરાયું હતું જેમાં રેલીના રૂટ પર અને સભા સ્થળ સહિતના સ્થળ પર ૧ ડીવાયએસપી, ૩ પોલીસ ઇન્સ. ૫ સબ ઈન્સ. સહિત ૨૫૦ જેટલા પોલીસ કર્મચારીઓ સહિત | એલસીબી અને એસઓજી બ્રાન્ચ સહિતનો | ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.