ગોધર લેબર કોર્ટની કાર્યવાહી દરમ્યાન લેબર કોર્ટના જજને ડાયસ ઉપર ચડી બંધ કવરમાં રૂા. ૩૫,૦૦૦/-ની લાંચ આપવાની કોશિશ કરનાર વ્યક્તિને પકડી એસીબી પોલીસ- ગોધરાને હવાલે કર્યો હતો. આ પ્રકરણમાં નોંધાયેલી પોલીસ ફરિયાદમાં આ બંધ કવર લેબર કોર્ટના જજને આપવા Nadiadના કોઈ જજે આપેલું હતું તેવો ઉલ્લેખ છે.

લેબર કોર્ટમાં લાંચ આપવાની કોશિશ કરતા ઝડપાયેલા શખ્સે પૂછતાછમાં કબૂલ્યું

Nadiad: પાનમ યોજના વર્તુળની ભાદર નહેર, વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે ફરજ બજાવતા બાબુભાઈ ધીરાભાઈ સોલંકી કે જેમને વર્ષ-૨૦૧૮માં કચેરી તરફથી નોકરીમાંથી છૂટા કરાયા હતા. જેનો તેમણે વર્ષ-૨૦૨૩ માં ગોધરાની | મજૂર અદાલતમાં પોતાને નોકરીમાં પુનઃ સ્થાપિત કરવા માટે કેસ દાખલ કર્યો હતો. આ કેસની લેબર કોર્ટની કાર્યવાહી દરમિયાન જજના ડાયસ ઉપર ચડી જઈ જજને બંધ કવરમાં લાંચ આપવાની કોશિશ કરતા બાબુભાઈને ઝડપી લઈ એસીબી પોલીસને હવાલે કર્યો હતો. આ બંધ કવર કોણે આપવાનું પવાનું કહ્યું હતું તેવું બાબુભાઈને પૂછતાં તેમણે ઉકત બાબત કહી હોવાનું લેબર કોર્ટના અધિક્ષક સોમાભાઈ કાળાભાઈએ પોતાની પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરેલો છે.બાબુભાઈના આજે રિમાન્ડ પૂર્ણ થતાં એસીબી પોલીસે કોર્ટ સમક્ષ રજુ કરતા કોર્ટે ગોધરા સબ જેલમાં મોકલી આપ્યો હતો.