Surat: નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ બાળકોનું મૂલ્યાંકન કરવાને બદલે ક્ષમતા આધારિત કૌશલ્યનું મુલ્યાંકન કરવા માટે આગામી ચાર ડિસેમ્બરના રોજ ધોરણ ૩, ૬ અને ૯ માં અભ્યાસ કરતા ૩૯૦૦ વિદ્યાર્થીઓને સર્વેમાં જોડીને પરીક્ષા લેવાશે. આ માટે સુરત જિલ્લાની ૧૨૦ શાળાઓના ૧૩૩ વર્ગોની રેન્ડમલી પસંદગી કરાશે.

Surat: નવી શિક્ષણ નીતિ હેઠળ મૂલ્યાંકનના બદલે ક્ષમતા આધારિત કૌશલ્યનું મૂલ્યાંકન પર ધ્યાન કેન્દ્રિત કરાશે

કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા ધોરણ ૩, ૬, અને ૯ માં અભ્યાસ કરતા છાત્રો માટે દેશભરમાં મોટાપાયે પરખ-રાષ્ટ્રીય સર્વેક્ષણ ૨૦૨૪નું આયોજન કર્યું છે. આ સર્વેક્ષણનો મુખ્ય હેતુ બાળકોનું મૂલ્યાંકન કરવાના બદલે ક્ષમતા આધારિત કૌશલ્યનું મુલ્યાંકન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સુરત જિલ્લા શિક્ષણાધિકારીના જણાવ્યા મુજબ સરકારી, ગ્રાન્ટેડ અને સેન્ટ્રલ શાળાઓ મળી કુલ ૧ કુલ ૧૨૦ શાળાઓના ૧૩૦ વર્ગોની રેન્ડમલી પસંદગી કરાશે. જેમાં ધોરણ ૩, ૬ અને નવના અંદાજે ૩૯૦૦ બાળકો જોડાશે. રાષ્ટ્રીય સર્વેક્ષણના કસોટીપત્રોના મહાવરા માટે શિક્ષણ વિભાગ દ્વારા મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પ્રશ્ન બેન્ક પણ મુકવામાં આવી આવી દ છે. આગામી ચાર | ડિસેમ્બરના રોજ યોજાનારી પરીક્ષામાં ધોરણ ૩ અને ૬ ની કસોટી ૯૦ મિનિટની રહેશે. જયારે ધોરણ ૯ માં૧૨૦ મીનીટનો સમય | રહેશે. આ સર્વેક્ષણ ના પરિણામો સમ્રગ । શિક્ષણની પ્રક્રિયાને પ્રતિબિંબિત કરશે.